રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By

Aloe Vera : એલોવેરાના કણ કણમાં સુંદર અને સ્વસ્થ રહેવાના ઘણા રહસ્યો છુપાયેલા છે.

એલોવેરા ભારતમાં કુવારપાઠુ કે ઘૃતકુમારી લીલી શાકભાજીના નામથી પ્રાચીનકાળથી જાણીતુ છે. કાંટાદાર પત્તીઓથી બનેલ છોડ છે. જેમા રોગ નિવારણના ગુણ પુષ્કળ પ્રમાણ છે. આયુર્વેદમાં તેને ઘૃતકુમારીની ઉપાધિ મળી છે અને મહારાજાનુ સ્થાન આપવામાં આવ્યુ છે. ઔષધિની દુનિયામાં એલોવેરા સંજીવનીના નામથી પ્રસિદ્ધ છે. આની 200 જાતિઓ હોય છે. પરંતુ પ્રથમ 5 જ માનવ શરીર માટે ઉપયોગી છે.

જેની બારના ડેસીસ નામને જાતિ પ્રથમ સ્થાન પર છે. જેમા 18 ઘાતુ , 15 એમીનો એસિડ અને 12 વિટામીન હાજર હોય છે. જેની પ્રકૃતિ ગરમ હોય છે. તે લોહીની કમીને દૂર કરે છે અને શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતાને વધારે છે. આ ખાવામાં વધુ પૌષ્ટિક હોય છે. તેને ત્વચા પર લગાડવવી પણ એટલી જ લાભકારી હોય છે. તેની કાંટેદાર પત્તીઓને છોલીને અને કાપીને રસ કાઢવામાં આવે છે. 3-4 ચમચી રસ સવારે ખાલી પેટ લેવાથી આખો દિવસ શરીરમાં શક્તિ અને ચુસ્તી સ્ફૂર્તિ બની રહે છે.

દાઝવા પર, શરીર પર ક્યાક ઘા થવા પર, શરીરના અંદરના ઘા પર એલોવિરા પોતાના એંટી બેક્ટેરિયા અને એંટી ફંગલ ગુણના કારણે ઘા ને જલ્દી ભરે છે. તે રક્તમાં શર્કરાના સ્તરને બનાવી રાખી છે. બવાસીર, ડાયાબીટિઝ, ગર્ભાશયના રોગ, પેટની ખરાબી, ઘૂંટણંનો દુ:ખાવો, ત્વચાની ખરાબી, ખીલ, ખુશ્ક ત્વચા, તાપથી દઝાયેલી ત્વચા, કરચલીઓ, ચેહરાના દાગ, ધબ્બા, આંખોના કાળા ઘેરા, ફાટેલી એડિયોમાં આ લાભકારી છ. એલોવેરાનો ગુદો કે જેલ કાઢીને વાળની જડમાં લગાડવો જોઈએ. વાળ કાળા, ભરાવદાર, લાંબા અને મજબૂત થશે.

એલોવેરા મચ્છરથી પણ ત્વચાની સુરક્ષા કરે છે. આજકાલ સૌદર્ય નિખારવા માટે હર્બલ કોસ્મેટિક પ્રોડક્ટના રૂપમાં બજારમાં એલોવેરા જેલ, બોડી લોશન, હેયર જેલ, સ્કિન જેલ, શેંપૂ, સાબુ, ફેશિયલ ફોમ અને બ્યુટી ક્રીમમાં હેયર સ્પમાં બ્યુટી પાર્લરોમાં પુષ્કળ પ્રમાણમાં વપરાય છે. ઓછી જગ્યામાં, નાના મોટા કૂંડામાં એલોવેરા સહેલાઈથી ઉગાડી શકાય છે.

એલ્રોવેરા જેલ કે જ્યુસ મેહંદીમાં મિક્સ કરીને વાળમાં લગાડવાથી વાળ ચમકદાર અને સ્વસ્થ થશે. એલોવેરાના કણ કણમાં સુંદર અને સ્વસ્થ રહેવાના ઘણા રહસ્યો છુપાયેલા છે. આ સંપૂર્ણ શરીરનો કયાકલ્પ કરે છે. બસ જરૂર છે તો રોજના વ્યસ્ત જીવનમાં થોડો સમય પોતાને માટે કાઢીને આને અપનાવવાનો.