ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: બુધવાર, 28 નવેમ્બર 2018 (16:20 IST)

વાળ ખરી રહ્યા છે ? તો મુંઝાશો નહી... બસ આજથી જ શરૂ કરી દો આ ઉપાય

વાળ એ આપણા ચેહરાની સુંદરતામાં વધારો કરે છે.  વાળને લઈને છોકરો હોય કે છોકરી દરેક ચિંતામાં રહે છ્ ગરમી અને ઠંડીની મિક્સ સિઝનના આ સમયમાં વાળ ખરવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે. તેવામાં જો તેની ખાસ કાળજી ન રાખવામાં આવે તો તે વધુ રુશ્ક થઈ જાય છે અને ખોડો તેમજ અન્ય સમસ્યાઓ પણ વધી જાય છે તેથી તેની યોગ્ય કાળજી જરૂરી છે. તો ચાલો આજે આપણે નજર કરીએ એવી ઘરગથ્થુ ટિપ્સ પર જેનો ઉપયોગ કરતાં જ વાળ ખરતા અટકશે.
 
ખરતા વાળ રોકવાની ટિપ્સ…
 
 
લીલા ધાણાનો રસ અથવા ગાજરના રસને વાળની જડમાં લગાવવાથી રોગી વ્યકિતના વાળ ખરવાનું બંધ થઈ જશે અને માથામાં નવા વાળ ઊગવા લાગશે. આ સ્થાન પર ડુંગળીનો રસ લગાવવાથી વાળ ફરીથી આવશે.
ગાજરને લસોટીને લેપ બનાવી લો, આ લેપને માથા પર લગાવો અને બે કલાક પછી માથું ધોઈ નાંખવું જોઈએ. આવું નિયમિત કરવાથી વાળ ખરતા બંધ થશે.
ટાલિયાપણું દૂર કરવા રાતે સૂતા સમયે નારિયેળના તેલમાં લિંબુનો રસ મેળવીને માથા પર માલિશ કરવી.
રાતના સમયે તાંબાના વાસણમાં પાણી ભરીને રાખો. સવારના સમયે પથારીમાંથી ઊઠીને પી લેવું આની સાથે અડધો ચમચી આમળાનું ચૂર્ણનું સેવન કરી શકો છો. આનાથી થોડા સમયમાં વાળ ખરવાની સમસ્યા અને માથાને રાહત થાય છે.
આશરે 80 ગ્રામ બિટના રસમાં સરસિયાનું તેલ 150 ગ્રામ મેળવીને આગ પર શેકો, જ્યારે રસ સુકાઈ જાય ત્યારે આગ પરતી ઊતારીને ઠંડું કરીને શીશીમાં ભરી દેવું. આ તેલથી દરરોજ માથા પર માલિશ કરવાથી ખરતા વાળ અટકી જશે અને વાળ સમય પહેલા સફેદ પણ નહીં થાય.