ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : શનિવાર, 16 જૂન 2018 (18:02 IST)

આ અસરકારક નેચરલ ઉપાયોથી તમે ખરતા વાળને અટકાવી શકો છો

વાળ ખરવા એક સામાન્ય વાત છે. જો દિવસમાં લગભગ 100થી વાળ ખરે છે તો કોઈ સમસ્યા નથી. કારણ કે આટલા જ વાળ રોજ ખરે છે.  પણ જો તમારા વાળ આનાથી અનેકગણા વધુ ખરે તો આ ચિંતાનો વિષય છે. 
 
આજે દરેકને કોઈને કોઈ વાળની સમસ્યા રહે છે. પ્ણ જો તમે તમારા આહારમાં વિટામિન બી ની માત્રા વધારી દેશો તો ઘણા ખરી તમને આ સમસ્યામાંથી છુટકારો મળી જશે.  તમારા વાળના હિસાબથી જ તમારે તમારા વાળને ટ્રીટમેંટ આપવી જોઈએ. ત્યારે જે એ પ્રભાવી રૂપે અસર કરશે.  વાળને કાળા, ભરાવદાર સુંદર બનાવવા માટે જાણો વાળને ખરતા કેવી રીતે રોકશો. 
 
જાણો કેમ ખરે છે વાળ  ?
 
કેટલાક અભ્યાસમાં એ જોવા મળ્યુ છે કે પુરૂષોમાં ટાલનું કારણ આનુવંશિક હોય છે જ્યારે કે સ્ત્રીઓમાં વાળ ખરવાનુ કારણ તનાવ અને માનસિક પરેશાની હોય છે. સાથે જ મોટાભાગના લોકોમાં એ જોવા મળ્યુ છે કે ભારે તનાવને કારણે તેમના વાળ ખરે છે. આ ઉપરાંત ન્હાયા પછી લોકો મોટાભાગે પોતાના વાળ સુકવવા માટે હેયર ડ્રાયરનો પ્રયોગ કરે છે. પણ અનેક અભ્યાસ દ્વારા જાણ થઈ છે કે રોજ આ રીતે વાળ સુકવાવાથી વાળ ખરે છે.  સાથે જ વાળને વાંકડિયા બનાવવા માટે થતી ટ્રીટમેંટથી પણ વાળ ખરે છે.  જંક ફુડ પર વધુ નિર્ભર રહેવાથી પોષણ સંબંધી સમસ્યાઓ ઉભી થાય છે. જે ટાલ પડવાનું કારણ બની શકે છે. બીજી બાજુ ખાનપાન અનિયમિત થવાથી, અને ખાવા પીવામાં ધ્યાન ન આપવાથી વાળ ખરે છે. 
 
ખરતા વાળ રોકવા માટે ઉપાય 
 
- કેટલાક લોકો વાળમાં વારેઘડીએ કાંસકો ફેરવે છે. એ વિચારીને કે આનાથી વાળ લાંબા થશે અથવા તો તેનાથી ગૂંચ નહી થાય પણ તમને બતાવી દઈએ કે આનાથી પણ અનેકવાર વાળ ખરે છે.  ઉલ્લેખનીય છે કે ઓછામાં ઓછી 2-3 વાર જ કાંસકો ફેરવો. તેનાથી તમારા વાળ ઓછામાં ઓછા ગુંચવાશે અને વાળ ઓછા તુટશે. મતલબ વાળ ગુંચવાશે પણ નહી અને વાળને તૂટવાનો ભય પણ ખતમ. 
 
- વાળને ખરતા બચાવવા માટે તમારે તમારા વાળને તાપથી બચાવવા જોઈએ. જ્યારે પણ તમે બહાર તાપમાં જાવ તો તમારી સાથે છત્રી લઈને જાવ કે પછી તમારા વાળને સંપૂર્ણ રીતે ઢાંકી લો. 
 
- વધુ ગરમ પાણીથી વાળ ન ધોશો નહી તો તમારા વાળ જલ્દી ખરાબ થશે અને તૂટી જશે. 
 
- વાળને તૂટવાથી બચાવવા માટે તમારા ડાયેટમાં પ્રોટીન, આયરન, ઝિંક, સલ્ફર, વિટામીન સી ઉપરાંત વિટામીન બી વાળા ખાદ્ય પદાર્થ ભરપૂર માત્રામાં લેવા જોઈએ. 
 
કેટલાક અભ્યાસમાં એ જોવા મળ્યુ છે કે પુરૂષોમાં ટાલનુ કારણ અનુવાંશિક હોય છે. જ્યારે કે સ્ત્રીઓમાં વાળ ખરવાનુ મુખ્ય કારણ તનાવ કે માનસિક પરેશાની હોય છે  
 
- વાળને ટાઈટ બાંધવા, હોટ રોલર્સ અને બ્લો ડ્રાયરના વધુ ઉપયોગ કરવાથી પણ વાળ ડેમેજ થઈ જાય છે. તેથી કોશિશ કરો કે વાળને પ્રાકૃતિક જ રહેવા દો અને વાળ પર વધુ પડતુ એક્સપરિમેંટ કરતા બચો. 
 
- વાળને યોગ્ય પોષણ ન મળતા પણ વાળ ખરવા માંડે છે. આવામાં વાળને ખરતા બચાવવા માટે સમય સમય પર વાળમાં મેંહદી લગાવવી જોઈ કે પછી વાળને પોષણ આપવા માટે દહી પણ લગાવી શકો છો. 
 
- વાળને મજબૂત બનાવવા માટે અને તૂટતા બચાવવા માટે તમારે અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વાર વાળની જડમાં આમળા, બદામ, ઓલિવ ઓઈલ, નારિયળ તેલ સરસિયાનું તેલ વગેરે લગાવવુ જોઈએ.  તેનાથી ખરતા વાળ, પાતળા વાળ, બે મોઢાવાળા વાળ અને સમય પહેલા સફેદ વાળની પ્રોબ્લેમથી છુટકારો મળી શકે છે. 
 
- વાળ માટે વપરાતા ઉત્પાદક જેવા કે શેમ્પુ, કંડીશનર વગેરે પ્રોડક્ટ્સ સારી ક્વોલિટીના જ પ્રયોગ કરવા જોઈએ. તેનાથી વાળ સારા થશે અને તૂટતા બચશે. 
 
- વાળ પર કલર કરવાથી વાળ ખરાબ થઈ જાય છે અને જલ્દી તૂટવા પણ માંડે છે. તેથી વાળને કલર કરતા પહેલા ધ્યાન રાખો કે ડાયમાં અમોનિયાની માત્રા ઓછામાં ઓછી હોય મતલબ તમે નેચરલ કલરને જ વાળ કલર કરવા માટે પસંદ કરો. તેનાથી તમારા વાળ હેલ્ધી અને સ્વસ્થ રહેશે.