શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: શનિવાર, 9 જૂન 2018 (16:55 IST)

Beauty Tips - વાળની દરેક સમસ્યાનો ઈલાજ છે મહેંદી

વાળની સમસ્યા માટે મહેંદી એ એક પ્રાકૃતિક ઉપચાર છે. બહુ વર્ષો પહેલાથી આપણી નાની, દાદી આનો લાભ ઉઠાવતાં આવ્યાં છે. આનો પ્રયોગ કર્યા પછી કોઇ મોંઘા સલૂનમાં જવાની જરૂર નહીં પડે. ઉપરથી તમે તમારી ફુરસદથી ઘરે બેઠાં જ સરળતાથી તેનો પ્રયોગ કરી શકશો. વાળમાં મહેંદી લગાવવાના અનેક ફાયદા છે. જાણીએ તેના ગુણો વિષે...
 
1. ખોડામાંથી મુક્તિ અપાવશે : દહીમાં 4 ચમચી મહેંદીનો પાવડર મિક્સ કરો. બાદમાં એક અલગ વાસણમાં ચાનું પાણી ઉકાળો અને તેને મહેંદીવાળા મિશ્રણમાં નાંખો. હવે આ મિશ્રણમાં લીંબુ નીચોવી તેને એક આખી રાત રહેવા દો. બીજે દિવસે તેલ લગાવેલા વાળમાં મહેંદીનું આ મિશ્રણ લગાવી રાખો અને પછી એક કલાક બાદ ધોઇ લો.
 
2. વાળમાં રંગ ચઢાવવા માટે : એક વાડકામાં ચાર ચમચી મહેંદી લઇ તેમાં કોફીનો પાવડર મિક્સ કરો. તેમાં પાણી નાંખો અને રાતભર રહેવા દો. સવારે કોરા વાળમાં લગાવો. 1 કલાક સુધી રહેલા દો અને બાદમાં સાદા પાણીથી ધઓઇ લો. એ જ દિવસે રાતે તમારા વાળમાંતેલ લગાવી દો અને બીજા દિવસે સવારે શેમ્પૂથી વાળ ધોઇ નાંખો. આનાથી તમારા વાળમાં રંગ ચઢશે અને તમારી સુંદરતામાં પણ વધારો થશે.
 
3. મુલાયમ-સિલ્કી વાળ માટે : બે ઈંડાનેતોડીને મહેંદીના પાવડરમાં નાંખો. તેમાં થોડું પાણી નાંખી પેસ્ટ બનાવી તુરંત વાળમાં લગાવી દો અને એક કલાક પછી તેને શેમ્પૂથી ધોઇ લો. વાળને શેમ્પૂથી જ ધોજો નહીં તો ઈંડાની વાસ તમને પરેશાન કરી મૂકશે.