શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : શનિવાર, 9 જૂન 2018 (14:57 IST)

શુ દિલ માટે લાભકારી છે ફિશ ઑયલ કૈપ્સૂલ ? જાણો તેના ફાયદા

શરીરને સ્વસ્થ રાખવા માટે ઓમેગા 3 ફૈટી એસિડ ખૂબ જરૂરી છે. કેટલાક લોકો તેની કમીને પૂરી કરવા માટે ટ્યૂના, હલિબેટ, શૈવાલ, ક્રિલ્લ જેવી માછલીઓનુ સેવન કરે છે. બીજી બાજુ કેટલાક લોકો ફિશ ઑયલ કૈપ્સૂલનુ સેવન કરીને તેની કમીને પૂરી કરે છે. પણ શુ માલછીનુ તેલ કે સપ્લીમ્ટેસ મતલબ ફિશ ઑયલ કૈપ્સૂલ્સ દિલ માટે લાભકારી હોય છે ? આવો અમે તમને બતાવીએ છીએ તેને લઈને એક્સપર્ટ્સ શુ માને છે અને ફિશ ઑયલ સપ્લીમેંટ કે કૈપ્સૂલ ખાવાથી તમને શુ શુ ફાયદા થાય છે. 
 
દિલ માટે કેમ લાભકારી છે માછલીનુ તેલ 
 
મોટાભાગના લોકો દિલની બીમારીઓમાં ફિશ ઑયલ કૈપ્સૂલ ખાવાની સલાહ આપે છે. ડોક્ટર્સ પણ દિલના દર્દીઓને સપ્લીમેંટના રૂપમાં ફિશ ઓયલ કૈપ્સૂલ આપે છે અને માછલીનુ સેવન કરવા માટે કહે છે. ઉલ્લેખનીય છે કે આ દિલની બીમારીઓમાં લાભકારી હોય છે. કારણ કે તેમા ઓમેગા-3 ફૈટી એસિડ હોય છે.  મોટાભાગની દિલની બીમારીઓ લોહીના થક્કા જમવા અને શરીરમં થનારા સોજાને કારણે હોય છે. આ કૈપ્સૂલ કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરીને લોહીના થક્કા જામવાથી રોકે છે અને શરીરમાં થનારી સૂજનને ઓછી કરે છે.  તેનાથી દિલની બીમારીઓનુ સંકટ ઘણી હદ સુધી ઓછુ થઈ જાય છે અને તેની સાથે જોડાયેલ અનેક પ્રોબ્લેમ પણ ઠીક થઈ જાય છે. 
 
શુ છે ફિશ ઑયલ સપ્લીમેંટ કે કૈપ્સૂલ 
 
આજકાલ લોકોમાં દિલની બીમારીઓનુ સંકટ ઝડપથી વધી રહ્યુ છે. આવામાં ફૈટી ફિશના આ બીમારીઓમાં ફાયદાને જોતા તેના તેલની કૈપ્સૂલ બનાવવામાં આવી છે. જેનાથી તમારા દિલની બીમારીઓનુ સંકટ ઘણા હદ સુધી ઘટી શકે છે. એક્સપર્ટ્સ મુજબ કૈપ્સૂલને બદલ ફૈટી ફિશનુ જ સેવન વધુ લાભકારી છે. પણ જો તમે માછલી નથી ખાતા તો તમે આ સપ્લીમેંટ્સનો ઉપયોગ કરી શકો છો. 
ફિશ ઑયલ સપ્લીમેંટ કે કૈપ્સૂલના અન્ય ફાયદા 
 
1. દિલ માટે લાભકારી - ઓમેગા-3 ફૈટી એસિડ બ્લડ પ્રેશર, લોહીના થક્કા જમવા, શરીરમાં સૂજન અને અસામાન્ય હ્રદય ગતિને ઓછી કરે છે. ખાસ કરીને ત્યારે જ્યારે દિલને લોહીનુ સપ્લાય ઓછુ મળી રહ્યુ હોય.  આ ઉપરાંત સારા કોલેસ્ટ્રોલની માત્રા વધારવાને કારણે દિલ સાથે જોડાયેલ અનેક અન્ય બીમારીઓથી બચાવે છે. 
 
2. હાડકા અને સાંધાની મજબૂતી 
 
ફિશ ઑયલ સપ્લીમેંટમાં રહેલ વિટામિન ડી3 અને કૈલ્શિયમ હાડકાને મજબૂત બનાવે છે. તેનુ સેવન કરવાથી ઑસ્ટિયોમૈલેસિયા અને ઑસ્ટિયોપોરોસિસનો ખતરો પણ ઘણો ઓછો થઈ જાય છે. 
 
3. ડાયાબિટીસથી બચાવ - એક રિસર્ચ મુજબ ફિશ ઑયલ સપ્લીમેટ્સનુ સેવન ટાઈપ-2 ડાયાબિટીસનો ખતરો ઓછો કરે છે.  ડાયાબિટીસથી બચવા માટે અઠવાડિયામાં 2 વાર તેનુ સેવન કરો. 
 
4. માનસિક સ્વાસ્થ્ય - ફિશ ઑયલ સપ્લીમેંટ કે કૈપ્સૂલના સેવનથી અનેક પ્રકારની માનસિક બીમારીઓ જેવી કે સ્ટ્રેસ, એંગ્જાયટી, ડિપ્રેશન, બેચેની વગેરેની સમસ્યા પણ દૂર રહે છે.  તેમા રહેલ ઓમેગા-3 ફૈટી એસિડ તમારી સમજવા વિચારવાની ક્ષમતાને વધુ સારી બનાવીને ટેંશન અને સ્ટ્રેસને દૂર કરે છે.  જેનાથી તમે માનસિક રોગથી બચ્યા રહો છો. આ ઉપરાંત સાયકોસિસ, એડીએચડી, બાઈપોલર ડિસઓર્ડરથી પીડિત દર્દીઓએ આ તેલનુ સેવન કરવુ લાભદાયી હોય છે. 
5. આંખો માટે લાભકારી - ફિશ ઓયલનો નિયમિત ઉપયોગ કરવો આંખોની કોશિકાઓ  માટે ખૂબ લાભકારી હોય છે.  આ ઉપરાંત મૈકુલર ડિજેનરેશનથી પણ બચાવ કરે છે. 
 
6. કિડની માટે લાભકારી - ટાઈપ-2 ડાયાબિટીસથી પીડિત દર્દીઓની કિડનીમાં પ્રોટીનની માત્રાને ઓછી કરી શકે છે.  કિડનીમાં પ્રોટીનની માત્રા વધવાથી અનેક પ્રકારની બીમારીઓનુ સંકટ વધી જાય છે. આવામાં તેનુ સેવન પ્રોટીનની કમીને પૂરી કરીને કિડની પ્રોબ્લેમનો ખતરો ટાળે છે. 
 
7. ઈમ્યૂનિટીને વધારવામાં મદદરૂપ - તમને જાણીને નવાઈ લાગશે કે તેનુ સેવન ઈમ્યુનિટી વધારવામાં મદદ કર છે. ફિશ ઓયલ શરીરમાં કેટલાક વિશેષ રાસાયણિક યૌગિકોની સક્રિયતા વધારે છે. જેનથી શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતા વધી જાય છે.  આ ઉપરાંત નિયમિત રૂપે તેનુ સેવન શરદી-ખાંસી, ફ્લૂ અને તાવ જેવી સમસ્યાઓથી બચાવ કરે છે. 
 
8. કેંસરથી બચાવ - અનેક રિસર્ચ મુજબ તેનુ સેવન કોલન, પ્રોસ્ટેટ અને સ્તન કેંસરની સારવારના પ્રભાવને વધારે છે.  કૈસરના ઈલાજ દરમિયાન અનેક દર્દીઓની માંસપેશિયો ખરાબ થવા માંડે છે.  જ્યારે કે માછલીના તેલનુ સેવન માંસપેશિયોને મજબૂત બનાવીને કેંસરની સારવારને સક્રિય કરે છે.