સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: શનિવાર, 9 જૂન 2018 (00:22 IST)

હાઈ બ્લડ પ્રેશર માટે અસરકારક ઉપાય

તમારી રક્ત વાહીનીઓમાં લોહીના વહેવાનો દબાવ જુદા જુદા અંગો પર પડે છે. સામાન્ય બ્લડપ્રેશર 120/80મી.મી. હોય છે. ઉંમર વધવાની સાથે સાથે સામાન્ય બ્લડપ્રેશરનું સ્તર પણ વધી જાય છે. એટલા માટે દરેક ત્રણથી ચાર અઠવાડિયામાં એક વખત પોતાના બ્લડપ્રેશરની તપાસ અવશ્ય કરાવડાવો. હાઈ બ્લડપ્રેશરને ઓછુ કરવા માટે નિયમિત વ્યાયામ, સંયમિત ભોજન, ઓછી માત્રામાં મીઠું, અને પેટની આજુબાજુ જામેલ વધારાની ચામડીને દૂર કરવાના પ્રયત્નોમાં સફળતા મળે છે. ધ્યાન અને મેડિટેશન વડે પણ બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખી શકાય છે. માનસિક તણાવ પર નિયંત્રણ રાખવા માટે કેટલાયે પ્રકારની યૌગિક ક્રિયાઓ શીખી શકાય છે.
*રાત્રે તાંબાના વાસણમાં અઢીસો ગ્રામ જેટલુ પાણી લઈને તેમાં સાચા રુદ્રાક્ષના આઠ દાણા નાંખીને રાખી મુકો. દરરોજ સવારે તેને ઉઠતાની સાથે પીવો. આનો નિત્ય પ્રયોગ કરવાથી ત્રણ જ મહિનામાં હાઈ બ્લડ પ્રેશર ઓછુ થઈ જશે. 
* રુદ્રાક્ષની માળા પણ પેહેરો કેમકે રુદ્રાક્ષના સ્પર્શ માત્રથી પણ બ્લડ પ્રેશર ઘણી હદે ઓછુ થઈ જાય છે. આ પ્રયોગ 80 ટકા હાઈ બ્લડ પ્રેશરના રોગીઓને લાભકારી રહ્યો છે.
* હાઈ બ્લડ પ્રેશરને ઓછુ કરવા માટે રોજ લસણની ત્રણ ચાર કળીને પાણીની સાથે લેવી જોઈએ. બ્લડ પ્રેશરને ઓછુ કરવા માટે લસણ ખુબ જ મદદગાર સાબિત થાય છે. 
 
* અજીર્ણથી છુટકારો મેળવવા માટે સફરજન કે કેળાના જ્યુસની સાથે જાયફળનો 5 થી 15 ગ્રામ પાવડર ભેળવીને પીવો. આવું કરવાથી અજીર્ણને લીધે થતી ડાયેરિયાની ફરિયાદ દૂર થશે. 5 ગ્રામ જાયફળને આમળાના અડધા કપ તાજા રસમાં ભેળવીને પીવાથી થાક, અપચો, એટકી વગેરે આવતું હશે તે દૂર થશે. 
 
* ડાયાબિટીશના દર્દીઓએ આખી રાત સુધી આંબાના પાનને પાળીમાં પલાળીને પછી તેને સવારે સુકવી લો. ત્યાર બાદ આ પત્તાઓને એકદમ ઝીણા પીસીને તેનો પાવડર બનાવી લો. રોજ સવારે આ ચુર્ણને મધની સાથે લેવાથી ડાયાબિટીશની કંટ્રોલમાં આવી જશે.
 
* હાઇ બ્લડ પ્રેશર ઓછું કરવામાં દવા જેટલી જ અસરકારક વિટામિન ડીની ગોળીઓ હોઇ શકે છે. ડેનમાર્કની હોલ્સટેબ્રો હોસ્પિટલના સંશોધકોઓ હાઇ બ્લડપ્રેશરના 112 દર્દીઓને 20 અઠવાડિયા સુધી વિટામિન ડીની ગોળીઓ ખવડાવી અને જાણ્યું કે બ્લડપ્રેશર ઓછું કરનારી દવાઓ જેટલી જ આ ગોળીઓ અસરકારક છે.