શિયાળામાં અસરકારક સ્પા ટ્રીટમેંટ

Widgets Magazine

શિયાળાની ઋતુમાં સ્કીનની નમી ખોવાઈ જવાને લીધે સ્કીન એકદમ રૂખી થઈ જાય છે, જેને લીધે સ્કીન ખેંચાય છે અને ખંજવાળ પણ થાય છે. આનાથી છુટકારો મેળવવા માટે તમે સ્પાની મદદ લઈ શકો છો. અરોમા થેરપી અને ફ્રુટ મસાજની સાથે સ્પા ટ્રીટમેંટ લેનારાઓની સંખ્યા વધી રહી છે. સ્પા ટ્રીટમેંટ લેવાથી ચહેરા પરની મૃત ત્વચા દૂર થઈ જાય છે અને શરીરના રોમછિદ્રો એક્ટિવ થઈ જાય છે. બ્યુટિશીયનને અનુસાર શિયાળામાં અરોમા થેરપી સૌથી અસરકારક રહે છે. 

અરોમા થેરપીમાં ઓઈલની જુદી જુદી વેરાયટી વડે મસાજ કરવામાં આવે છે. ત્યાર બાદ સ્ટીમ બાથ આપવામાં આવે છે. સાથે સાથે આલમંડ ઓઈલ અને હીટ ઓઈલ મસાજની સાથે બોડી પોલીશીંગ પણ કરવામાં આવે છે.

આયુર્વેદીક થેરપી લેવી પણ સારી રહેશે કેમકે આમાં વિવિધ જડી બુટીઓ વડે બનેલા તેલથી મસાજ કરીને સ્ટીમ બાથ આપવામાં આવે છે. ત્વચાની પ્રકૃતિને અનુસાર અરોમા ઓઈલની પસંદગી કરવામાં આવે છે. આ સિવાય ફ્રુટ સ્પા પણ ખાસ છે. આની અંદર શિયાળામાં મળતાં ફ્રુટનો જ ઉપયોગ કરવામાં આવે છે. સ્પાની આ સુવિધા તમે 650 થી લઈને 8000 સુધીમાં લઈ શકો છો.

લગ્નની તૈયારી કરી રહેલ યુવતીઓએ પોતાની ત્વચા નિખારવા માટે ઓછામાં ઓછી ચારથી પાંચ વખત સ્પાની ટ્રીટમેંટ લેવી જોઈએ.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

નારી સૌદર્ય

news

ગર્લફ્રેંડ બન્યા પછી છોકરીઓમાં આ 10 ફેરફાર જોવાય છે...

ગર્લફ્રેંડ બન્યા પછી છોકરીઓમાં આ 10 ફેરફાર જોવાય છે...

news

જો તમે પણ પત્ની સાથે ચોંટીને સૂવો છો તો આ ખબર જરૂર વાંચવી

1. જે માણસને ઉંઘ જલ્દી નહી આવે છે કે પછી ઉંઘ આવ્યાના થોડીવાર પછી આંખ ખુલી જાય છે. તેમની ...

news

બાળકો માટે હેલ્ધી ટિફિન આઈડિયાઝ

બાળકો ખૂબ મૂડી હોય છે. તેથી આ વાતનો ખ્યાલ રાખો કે બાળકોને લંચ એ પ્રકારનો હોવો જોઈએ કે ...

news

Wedding Season: બ્રાઈડલ મેહંદી ફોટોશૂટ આ હટકે 'Poses'થી બનાવો સ્પેશલ

વિંટર સીજન શરૂ થતા જ વેડિંગ સીજન પણ તેજી પકડી લે છે. લગ્નના અવસરે હવે બહુ ઘણા ફંકશન ...

Widgets Magazine