ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શનિવાર, 13 જાન્યુઆરી 2018 (12:59 IST)

અમદાવાદ-વારાણસીનું એરફેર ચાર ગણું વધીને રૃ. ૧૧ હજારે પહોંચ્યું

આસ્થાનું પર્વ મકરસંક્રાતિ ૧૪ જાન્યુઆરીએ રવિવારે ઉજવાશે. આ પર્વમાં ગંગાસ્નાનું પણ ખૂબ જ મહાત્મ્ય છે, જેના પગલે અમદાવાદ-વારાણસીના વન-વે એરફેરમાં ચાર ગણો વધારો થતાં તે રૃપિયા ૧૧ હજાર સુધી પહોંચી ગયું છે. સામાન્ય દિવસોમાં અમદાવાદ-વારાણસીનું વન-વે એરફેર રૃ. ૩૫૦૦ની આસપાસ હોય છે. જેની સરખામણીએ શુક્રવારે રાત સુધીમાં આ એરફેર રૃ. ૧૦૮૦૦ સુધી પહોંચી ગયું છે. આમ, મકરસંક્રાતિ વખતે છેલ્લી ઘડીએ વારાણસીમાં ગંગાસ્નાનનું આયોજન થયું હોય તો ચાર ગણું એરફેર ચૂકવવું પડી શકે છે. આ ઉપરાંત ૧૪ જાન્યુઆરીએ તામિલનાડુમાં પોંગલનું પર્વ ઉજવાય છે. જેના કારણે ૧૩ જાન્યુઆરી માટે અમદાવાદ-ચેન્નાઇનું એરફેર રૃ. ૮૭૦૦ થી રૃ. ૧૦૬૦૦ વચ્ચે છે. સામાન્ય દિવસોમાં આ એરફેર રૃ. ૩૫૦૦થી રૃ. ૪ હજાર હોય છે. મકર સંક્રાતિએ પશ્ચિમ બંગાળમાં આવેલા ગંગાસાગરમાં સ્નાનનું મહત્વ છે. જેના કારણે ૧૩ જાન્યુઆરીએ અમદાવાદ-કોલકાતાનું એરફેર રૃ. ૯૫૦૦ સુધી પહોંચી ગયું છે. સામાન્ય દિવસોમાં આ એરફેર રૃ. ૩૭૦૦ની આસપાસ હોય છે.