શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 10 જુલાઈ 2018 (14:25 IST)

અયોધ્યાથી કોલંબો - નવેમ્બરથી ટ્રેન દ્વારા રામાયણ ટૂર કરાવશે IRCTC

ભારતીય રેલ ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી રામાયણ સાથે સંકળાયેલા મહત્વપૂર્ણ સ્થળો પરથી પસાર થનારી વિશેષ પર્યટક રેલ ચલાવવા જઈ રહી છે. આ ટ્રેનનુ નામ શ્રી રામાયણ એક્સપ્રેસ રહ્શે.  જે 14 નવેમ્બરથી દિલ્હીના સફદરજંગ સ્ટેશન પરથી જશે. આ ટ્રેન 16 દિવાની યાત્રા દરમિયાન તેનો પ્રથમ પડાવ અયોધ્યા, હનુમાન ગઢી, રામકોટ અને કનક ભવન મંદિર જશે.  અહીંથી રવાના થયા બાદ તે સ્પેશલ ટૂરિસ્ટ ટ્રેન નંદીગ્રામ, સીતામઢી, જનકપુર, વારાણસી, પ્રયાગ, શ્રિંગવેરપુર, ચિત્રકુટ, નાસિક, હમ્પી અને રામેશ્વરમ અથવા તેના નજીકનાં સ્ટેશનો પર રોકાશે.
 
 આ ટ્રેનમાં 800 યાત્રીઓને જગ્યા મળશે. દેશની અંદર યાત્રા કરનારા પ્રવાસીઓએ 15,120 રૂપિયા ચુકવવા પડશે, પરંતુ જે યાત્રીઓ શ્રીલંકામાં પણ રામાયણથી જોડાયેલા સ્થળોનાં દર્શન કરવા ઇચ્છશે તેમણે ચેન્નાઇથી ફ્લાઇટ પકડવી પડશે. આ માટે IRCTC અલગથી ચાર્જ કરશે.
 
5 દિવસ અને 6 રાતવાળા શ્રીલંકાનાં આ ટૂર પેકેજમાં કેન્ડી, નવારા એલિયા, કોલંબો, નેગોંબો વગેરે સ્થળની યાત્રા કરાવવામાં આવશે. આ માટે પ્રત્યેક વ્યક્તિ 47,600 રૂપિયા ચુકવવા પડશે.