શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , સોમવાર, 13 મે 2019 (10:44 IST)

SBI માં ખોલાવો જીરો બેલેંસ સેવિંગ એકાઉંટ, મિનિમમ બેલેંસનો ઝંઝટ ખતમ

જો તમે ઈચ્છો છોકે એક એવુ એકાઉંટ ખોલાવો જેમા તમને મિનિમમ બેલેંસ મેંટેન ન કરવુ પડે (સેવિંગ એકાઉંટમાં મિનિમમ બેલેંસ મેંટેન ન હોવા પર ચાર્જ કપાય છે) અને તમે તેને સેવિંગ એકાઉંટની જેમ ઉપયોગ કરી શકો તો સ્ટેટ બેંક ઓફ ઈંડિયા સહિત અનેક બેંક તેની સુવિદ્યા આપી રહી છે. આવા લોકો  BSBD (બેસિક સેવિંગ બેંક ડિપોઝીટ)એકાઉંટ ખુલાવી શકે છે. તેમા તમને ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેકિંગ જેવી સગવડ પણ આપવામાં આવી રહી છે. 
 
SBIનું  BSBD એકાઉંટ 
 
1. BSBD એકાઉંટ કોઈ સિંગલ, જ્વોઈંટલી બંને ખોલાવી શકો છો.  આ મટે તમારી પાસે વૈલિડ KYC ડોક્યુમેંટ્સ હોવા જોઈએ. 
2. એકાઉંટ ખુલતા જ તમને  RuPay ડેબિટ કાર્ડ મળી જશે. આ પણ મફતમાં રજુ કરવામાં આવે છે. સાથે જ તેનુ વાર્ષિક મેંટીંસેસ ચાર્જ પણ નથી. 
3.  NEFT/RTGS દ્વારા ઓનલાઈન ટ્રાંજેક્શન કરી શકાય છે. આ સુવિદ્યા મફત છે. 
4. ચેકબુક પણ મફતમાં મળે છે. 
5. ઈન-ઓપરેટિવ એકાઉંટને એક્ટીવેટ કરવા અને એકાઉંટ બંધ કરવાનો પણ કોઈ ચાર્જેસ નથેી. 
6. એક મહિનામાં ચાર ટ્રાંજેક્શન - તમારા કે બીજા બેંક ATMથી મુક્ત છે. 
7. સેવિગ્સ પર ઈંટરેસ્ટ રેટની વાત કરીએ તો રેગુલર સેવિંગ એકાઉંટની જેમ મળે છે. 1 લાખથી ઓછા પર 3.5 ટકા વાર્ષિક અને 1 લાખથી વધુ પર 3.25 ટકા ઈંટરેસ્ટ રેટ મળે છે. 
 
SBI ઉપરાંત HDFC, PNB, ICICI, Axis બેંક પણ BSBD એકાઉંટની સુવિદ્યા આપી રહી છે. કસ્ટમર એક બેંકમાં એક જ એકાઉંટ ખોલાવી શકે છે આવુ વધુથી લોકોને બેંકિંગ સેવા સાથે જોડવા માટે કરવામાં આવે છે.