મગફળીકાંડમાં ભાજપની ખરડાતી ઈમેજ બચાવવા ડેમેજ કન્ટ્રોલ

મંગળવાર, 7 ઑગસ્ટ 2018 (13:16 IST)

Widgets Magazine


ગુજરાતમાં ટેકાનાં ભાવથી ખરીદાયેલી લાખો ટન મગફળીમાં પહેલા આગ અને પછી માટીનું મિશ્રણ પ્રકાશમાં આવ્યા બાદ મગફળીના મેગા કૌભાંડથી રાજકારણ ગરમાયું છે. સમગ્ર રાજ્યમાં મગફળી ખરીદીમાં આરોપો મુકવામાં આવ્યા છે. જેના પર ભાજપના નેતાઓ તરફ આંગળી ચીંધવામાં આવી રહી છે. જેને લઈ ગાંધીનગરમાં મુખ્ય પ્રધાનના નિવાસ સ્થાને ખાતે બેઠકનો દોર શરૂ થયો હતો. દરમિયાન આ બેઠકમાં મુખ્ય સચિવ, કૃષિ વિભાગના અધિક સચિવ હાજર રહ્યા હતા. આ ઉપરાંત બેઠકમાં રાજ્યમાં વરસાદ ખેંચાતા ઊભી થયેલી પરિસ્થિતિ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યમાં મગફળી કૌભાંડ ઠરવાનું નામ ના લેતું હોય તેમ એક પછી એક પ્રકરણ સામે આવી રહ્યા છે. આ પ્રકરણમાં રાજકીય નેતાઓની સંડોવણી પણ બહાર આવી રહી છે. જોકે, સમગ્ર પ્રકરણમાં હજુ સુધી ઉપરછલ્લી જ તપાસ કરવામાં આવી રહી હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. આ કૌભાંડમાં ભાજપના પૂર્વ પ્રધાન ચિમન સાપરિયાનું નામ પણ સામે આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે મોટા ભાગે ભાજપના કાર્યકરો, આગેવાનો, અને નેતાઓ સંડોવાયેલા હોવાથી આજ દિવસ સુધી આ કૌભાંડની વધારે વિગતો બહાર નથી આવી. જામજોધપુર યાર્ડમાંથી જે મગફળીની ખરીદી દરમિયાન ધૂળ- ઢેફા પથ્થરા, મળી આવ્યા હતા. આ અંગે ભાજપના પૂર્વ પ્રધાન ચિમન સાપરિયા સંકળાયેલા હોવાની ફરિયાદ કલેક્ટરને કરવામાં આવી હતી. દરમિયાન માહિતી અનુસાર જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં સ્થાનિક ધારાસભ્યની ઉપસ્થિતિમાં નાયબ મામલતદાર, યાર્ડના સેક્રેટરી અને તાલુકા પંચાયતના અધિકારીઓની હાજરીમાં મગફળીનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. જે દરમિયાન ભાંડો ફૂટ્યો હતો અને હલકી ગુણવતા વાળો માલ મળી આવ્યો હતો. જેની તપાસમાં 25 કિલોની મગફળીની સરખામણીમાં 26 કિલો ગ્રામના માલમાં ધૂળ અને કાંકરા મળી આવ્યા હતા. ચિમન સાપરિયાએ લાખો રૂપિયાની મગફળી વેચી હતી જેમાં ભેળસેળની વ્યાપક ફરિયાદ થઈ હોવાથી સ્થાનિક ધારાસભ્યએ લેખિતમાં ફરિયાદ કરતા ફરીથી તપાસ કરવામાં આવી છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

વ્યાપાર

news

મગફળી કૌભાંડના મુખ્ય આરોપીની ઓડિયો ક્લિપ વાઈરલ: ભાજપમાં ખળભળાટ

જેતપુરના પેઢલા ખાતે થયેલા મગફળીમાં માટીની ભેળસેળ મામલે પોલીસે સૌરાષ્ટ્ર વેરહાઉસ ...

news

નવી ઊંચાઈઓ પર બજાર, સેંસેક્સ પહેલીવાર 37849 પર અને નિફ્ટી 11420 પર ખુલ્યુ

ગ્લોબલ બજારોમાંથી મળેલી મજબૂત સંકેતોથી આજે ભારતીય શેર બજરરે નવા રેકોર્ડ સાથે શરૂઆત કરી ...

news

ખુશખબરી - આયુષ્યાન ભારતથી 10 હજાર લોકોને મળશે નોકરી

કેન્દ્રની મહત્વાકાંક્ષી આયુષ્યમાન ભારત રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશન (એબી એન/એચપીએમ) ...

news

ગૂગલની ભૂલથી એડ્રોયડ મોબાઈલમાં આવ્યો UIDAIનો હેલ્પલાઈન નંબર, માંગી માફી

ઓપરેટિંગ સિસ્ટમવાળા મોબાઈલ ફોનમાં યૂનીક આઈડેંટિફિકેશન અથોરિટી ઑફ ઈંડિયા (UIDAI)નુ કથિત ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine