મંત્રી સૌરભ પટેલના ઊર્જા વિભાગમાં પોલંપોલ, ૧,૪૬,૫૦૦ કરોડના MOU થયા પણ રોકાણ શૂન્ય

શુક્રવાર, 9 માર્ચ 2018 (12:24 IST)

Widgets Magazine
saurabh patel


 ઉદ્યોગો થકી ગુજરાતને વિકાસશીલ બનાવવા યોજવામાં આવતી ગ્લોબલ વાયબ્રન્ટ ગુજરાત સમિટ વિવિધ ક્ષેત્રમાં કરોડો રૃપિયાનુ મૂડીરોકાણ થશે તેવી મોટીમોટી જાહેરાતો કરવામાં આવે છે. વાસ્તવમાં ભાજપના શાસનમાં વાયબ્રન્ટ ગુજરાત દરમિયાન કરાયેલાં મૂડીરોકાણ અને રોજગારીના દાવાની અસલીયતનો પોલ ઉઘાડી પડી છે. વર્ષ ૨૦૦૭ અને વર્ષ ૨૦૦૯માં ઉર્જાક્ષેત્રમાં રૃા.૧,૪૬,૫૦૦ કરોડના એમઓયુ કરવામાં આવ્યા હતાં પણ દસ વર્ષ વિત્યા છતાંયે એકેય પાવર પ્રોજેક્ટ સ્થપાયો નથી.

ઉર્જામંત્રી સૌરભ દલાલ પહેલેથી વિવાદમાં રહ્યાં છે.અગાઉ પણ તેમને ખાણ ખનિજ,ઉર્જા વિભાગની બાગદોર સોંપવામાં આવી હતી ત્યારે ગેરરીતીઓનો દોર ચાલ્યો હતો. આ કારણોસર તેમને થોડાક વખતે હાઇકમાન્ડે રૃખસત આપી હતી. ફરી એકવાર તેમને આ જ વિભાગ સોંપાયો છે ત્યારે ઉર્જા વિભાગમાં કેટલી પોલંપોલ ચાલે છે અને વાયબ્રન્ટ ગુજરાતમાં એમઓયુ થકી કેવા ગપગોળા છોડી વિકાસના દાવા કરવામાં આવી રહ્યા છે તેનો આજે વિધાનસભામાં પર્દાફાશ થયો હતો. કોંગ્રેસના ધારાસભ્યોએ પૂછેલાં પ્રશ્નોના એવી હકીકત બહાર આવી કે, મૂડીપતિઓને લાભ થાય તેવી ભાજપની નીતિ રહી છે. વર્ષ ૨૦૦૭,વર્ષ ૨૦૦૯માં ૨૭,૪૫૦ મેગાવોટ વિજળી ઉત્પન્ન કરવાના વચન સાથે અદાણી પાવર લિ,યુનિવર્સલ સક્સેસ એન્ટરપ્રાઇઝ લિ,ટોરેન્ટ પાવર લિ,અદાણી પાવર વીજ યોજના સહિતની કંપનીઓએ એમઓયુ કર્યા હતાં પણ આ કંપનીઓએ આજે દર્ષ વર્ષ બાદ પણ એક કાણીપાઇનું મૂડીરોકાણ કર્યુ નહી. સરકારે એવી કબૂલાત કરી ેકે,એમઓયુ કરનાર કંપનીઓને હવે પ્લાન્ટ શરૃ કરવામાં રસ નથી.ટોરેન્ટ પાવરે તો પ્રોજેક્ટ જ રદ કરવા ભલામણ કરી દીધી છે.આમ, વાયબ્રન્ટ ગુજરાત વખતે ૨૭,૪૫૦ મેગાવોટ વિજળી ઉત્પાદનની વાતો કરનાર ભાજપ સરકાર એક મેગાવોટ વિજળી ઉત્પન્ન કરી શકી નહીં.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

વ્યાપાર

news

ફોર્બ્સ લિસ્ટ - બિલ ગેટ્સને પછાડી દુનિયાના સૌથી શ્રીમંત વ્યક્તિ બન્યા અમેજનના જેફ બેજોસ

ફોર્બ્સની વાર્ષિક અરબપતિઓની યાદીમાં આ વર્ષે ઈ-કોમર્સ કંપની અમેજન સંસ્થાપક જેફ બેજોસે ...

news

નિરવ મોદી પાસે ગુજરાત સરકારને વેટ પેટે મોટી રકમ લેવાની નિકળે છે

પંજાબ નેશનલ બેંકના કૌભાંડમાં સામેલ નીરવ મોદી અને મેહુલ ચોકસીનું વાયબ્રન્ટ ગુજરાતમાં કોઈ ...

news

કેરીનો પાક 25 થી 30 ટકા ઓછો ઉતરતા ભાવમાં વધારો થયો

ઉનાળાનું આગમન થતાં જ સ્વાદશોખીનો કેરીની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. બજારમાં પણ ...

news

UANને આધારથી જોડવાની નવી સુવિધા

સરકારએ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઈપીએફઓ)ની કર્મચારી ભવિષ્ય નિધિના અંશધારકોના સાર્વભૌમિક ...

Widgets Magazine