રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : શુક્રવાર, 17 મે 2024 (09:44 IST)

હાર્ટ બ્લોકેજ છે તો રોજ કરો આ યોગ, દરેક નસ ખુલી જશે, દિલની બિમારીમાં પણ છે લાભકારી

Yoga for Heart Blockage
Yoga for Heart Blockage

આપણા શરીરમાં 72 ટકા પાણી છે અને શરીરને સ્વસ્થ રાખવા માટે સ્વચ્છ પાણી પીવું ખૂબ જ જરૂરી છે. દૂષિત પાણીથી અનેક પ્રકારના રોગ થાય છે. આવી સ્થિતિમાં, લોકો તેમના ઘરોમાં પાણી સાફ કરવા માટે અનેક રીત   અપનાવે છે. ઘણા લોકો વોટર કુલર લગાવે છે, ઘણા લોકો આરઓ મશીનથી પાણીને શુદ્ધ કરીને પીવે છે, જ્યારે ઘણા લોકો બોટલનું પાણી ખરીદીને પીવે છે, પરંતુ કેટલીકવાર તેની સ્વચ્છતા પર સવાલો ઉભા થાય છે. આવી સ્થિતિમાં, તમારે ઘરમાં પાણીને શુદ્ધ કરવાની રીત જાણવી જોઈએ. ચાલો જાણીએ કેટલીક રીત વિશે જેને અપનાવીને તમે ઘરે બેઠા પાણીને શુદ્ધ કરી શકો છો.

હાર્ટ બ્લોકેજ છે તો રોજ કરો આ યોગ,  દરેક નસ ખુલી જશે, દિલની બિમારીમાં પણ છે લાભકારી  
 
 
હાર્ટ બ્લોકેજને કારણે લોકો અનેક  હાર્ટ સંબંધિત બીમારીઓનો શિકાર થવા માંડે  છે. આવી સ્થિતિમાં, તમારા દિલની હેલ્થનું ધ્યાન રાખવા માટે તમે બાબા રામદેવના આ યોગ આસનોને તમારા જીવનમાં સામેલ કરો.
 
જો તમારુ હાર્ટ તંદુરસ્ત છે તો સમજો સ્વાસ્થ્ય સારું છે. એટલે કે જો તમે લાંબા આયુ સુધી સ્વસ્થ રહેવા માંગતા હોય તો તમારા હાર્ટ માટે સ્વસ્થ રહેવું ખૂબ જ જરૂરી છે. ઉલ્લેખનીય છે કે સ્વસ્થ હાર્ટ  એક દિવસમાં એક લાખ વખત ધબકે છે અને બે હજાર વખત લોહીને પંપ કરે છે. પરંતુ ક્યારેક આપણું હાર્ટ બ્લોક થઈ જાય છે જેના કારણે હાર્ટની બિમારીની શક્યતા અનેકગણી વધી જાય છે. ઉલ્લેખનિય છે કે નસોમાં ચરબી અને કોલેસ્ટ્રોલ જમા થવાથી હાર્ટ બ્લોકેજની સમસ્યા શરૂ થાય છે. આના કારણે નસો સંકોચવા લાગે છે અને બ્લડ સર્કુલેશણ  ઓછું થઈ જાય છે. જેના કારણે ઓક્સિજન પૂરતી માત્રામાં પહોંચતું નથી. આવી સ્થિતિમાં તેનાથી છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ અને હાર્ટ એટેક પણ આવી શકે છે. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ ઊંઘ પૂરી ન થવી, એક્સરસાઈઝ ન કરવી, ખાનપાનની ખરાબ આદતો અને ટેન્શનના કારણે પણ હાર્ટ બ્લોકેજની સમસ્યા થઈ શકે છે. આવી સ્થિતિમાં, જો તમે તમારા હાર્ટ ના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માંગો છો, તો સ્વામી રામદેવ પાસેથી જાણો  યોગ દ્વારા તમે હાર્ટ બ્લોકેજ કેવી રીતે ખોલી શકો છો.
 
હાર્ટ ડીસીઝના લક્ષણો
 
છાતીમાં તીવ્ર દુખાવો
શ્વાસ લેવામાં તકલીફ થવી
ખૂબ જ કમજોરી લાગવી
 હાથ અને પગ ઠંડા થવા 
દિલની ધડકનનું અસામાન્ય થવું 
હાર્ટ બીટ ઝડપથી વધવી 

હાર્ટ બ્લોકેજ હોય તો કરો આ યોગાસન 
 
સૂર્ય નમસ્કાર: જો તમે દરરોજ સૂર્ય નમસ્કાર કરો છો, તો તેનાથી હાર્ટનું સ્વાસ્થ્ય સુધરે છે. આ ઉપરાંત, તે હાર્ટ સંબંધિત તમામ બિમારીઓને સરળતાથી દૂર કરે છે. સૂર્ય નમસ્કારથી બ્લડ સર્કુલેશન પણ વધારે છે, આ આસન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે, જે પાચનતંત્રને સુધારે છે અને શરીરને ઉર્જા પ્રદાન કરે છે, જેના કારણે ફેફસાંમાં વધુ ઓક્સિજન પહોંચે છે.
 
ગોમુખાસન: ગોમુખાસન તમારી છાતીના મસલ્સને ખોલે છે અને બ્લડ સર્કુલેશનને સુધારે છે. તેથી, ગોમુખાસન કરવાથી વ્યક્તિના હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો થઈ શકે છે અને હાર્ટ એટેક, સ્ટ્રોક, હાઈ કોલેસ્ટ્રોલ જેવા હાર્ટ સંબંધિત રોગોને રોકવામાં મદદ મળે છે.
 
ભુજંગાસન: યભુજંગાસન કરવાથી  બ્લડ સર્કુલેશન સુધરે છે અને  હાર્ટ ની તંદુરસ્તી સુધરે છે, આ આસન કરવાથી તમારા  હાર્ટ ની નસો પણ ખુલે છે અને આ આસન કરવાથી લીવર સંબંધિત સમસ્યાઓ, તણાવ, ચિંતા અને ડિપ્રેશનમાં પણ રાહત મળે છે.