રોજ દેશી ઘી ખાવાથી કોલેસ્ટ્રોલ ઘટે છે... જાણો આવા જ બીજા ફાયદા

મોટાભાગના લોકોને દેશી ઘી ખાવાનું ઓછું પસંદ હોય છે કારણ કે એમને લાગે છે કે ઘી ખાવાથી ચરબી વધે છે પરંતુ એવું થતું નથી. એમાં વિટામીન ભરપૂર માત્રામાં મળી આવે છે. માત્ર સ્વાસ્થ્ય માટે નહીં આ સ્કીન અને વાળ માટે ખૂબ ફાયદાકારક છે. દરરોજ એક ચમચી ઘી ખાવાથી શરીરને જોરદાર ફાયદા મળે છે.
રોજ દેશી ઘીનું સેવન કરવાથી વાત-પિત્તનું શમન થાય છે.

ઘી ખાવાથી પાચન ક્રિયા મજબૂત બને છે.

હૃદયની નળીઓમાં બ્લોકેજ હોય તો ઘી લ્યુબ્રિકેન્ટનું કામ કરે છે.

કબજિયાતને ખતમ કરવા માટે ઘી બહુ ફાયદાકારક સાબિત થાય છે કારણ કે ઘીની ચિકાશથી આંતરડામાં મળ સૂકાઈ જવાની સમસ્યા દૂર થાય છે.

ઉનાળામાં જ્યારે પિત્ત વધી જાય છે ત્યારે ઘી તેને શાંત કરે છે અને શીતળતા પ્રદાન કરે છે.
દાળમાં થોડું ઘી નાખીને ખાવાથી ગેસની સમસ્યા થતી નથી.

ઘીનું સેવન આંખોને પણ તેજ બનાવે છે. તેનાથી આંખો પર પડતો દબાણ ઓછો થઈ જાય છે. જેથી ગ્લૂકોમાના દર્દીઓ માટે પણ તે ફાયદાકારક છે.

ત્વચા ફાટી ગઈ હોય કે રૂક્ષ થઈ ગઈ હોય તો દેશી ઘી ત્વચાને સોફ્ટ અને મોઈશ્ચરાઈઝ કરે છે સાથે જ તે ત્વચાની કાંતિ વધારે છે. તમે દેશી ઘીથી દરરોજ ચહેરાની મસાજ પણ કરી શકો છો.
દેશી ઘીનું સેવન શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને યોગ્ય રાખે છે અને સારા કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ કરે છે. તેનાથી આપણું હૃદય યોગ્ય રીતે કાર્ય કરે છે.

દેશી ઘીમાં વિટામિન કે2 હોય છે, જે બ્લડ સેલ્સમાં જામેલા કેલ્શિયમને દૂર કરે છે જેનાથી લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થાય છે.

દેશી ઘીનું સેવન ઈમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવવા માટે મદદ કરે છે જેના કારણે ઈન્ફેક્શન અને બીમારીઓ સામે લડવાની તાકાત મળે છે.
દેશી ઘીમાં સૂક્ષ્મ જીવાણુ, એન્ટી કેન્સર અને એન્ટી વાયરલ એજન્ટ હોય છે જે અનેક બીમારીઓ સામે લડવાની તાકાત પૂરી પાડે છે.

દેશી ઘીથી માથામાં માલિશ કરવાથી વાળ નાની ઉંમરમાં સફેદ થતાં નથી. દેશી ઘીનું સેવન કરવાથી ત્વચામાં ચમક આવી જાય છે.

દેશી ઘી શરીરમાં જામેલા ફેટને ઓગાળીને તેને વિટામિનમાં પરિવર્તિત કરવાનું કામ કરે છે
ભોજનમાં દેશી ઘી મિક્ષ કરીને ખાવાથી ભોજન જલ્દી પચી જાય છે. અલ્સર, કબજિયાત અને પાચન ક્રિયામાં કોઈ પણ પ્રકારની સમસ્યામાં દેશી ઘીનું સેવન કારગર સાબિત થાય છે.

દેશી ઘીમાં સીએલએ હોય છે જે મેટાબોલિઝ્મને સ્વસ્થ રાખે છે. તેનાથી વજન કંટ્રોલમાં રહે છે.

સીએલએ ઈન્સ્યુલિનની માત્રાને ઘટાડે છે, જેનાથી વજન વધવું અને શુગર જેવી સમસ્યાઓનો ખતરો દૂર થાય છે.
દેશી ઘી હાઈડ્રોજન પદ્ધતિથી બનાવવામાં આવતું નથી જેથી તેનાથી વજન વધવાનો ખતરો નથી રહેતો.


આ પણ વાંચો :