ઈલાયચી ચાવીને કેવી રીતે કરશો વજન ઓછુ...


ઈલાયચી એક એવો મસાલો છે દરેક કિચનમાં રહે છે. ઈલાયચી ચાવવાથી તમને અનેક અદ્દભૂત ફાયદા મળી શકે છે. જેમાથી એક છે વધતુ ઓછુ કરવુ. જી હા રિસર્ચ દ્વારા જાણ થાય છે કે ઈલાયચીનુ સેવન કરવાથી વજન ઓછુ થાય છે.

મુજબ લીલી ઈલાયચી શરીરના ચયાપચયને વધારીને તમારા પાચન તંત્રને સાફ, શરીરના સોજાને ઓછો કરવો અને કોલેસ્ટ્રોલના સ્તરને ઓછુ કરે છે. જેનાથી વજન ઘટાડવામાં સહાયતા મળે છે. ઈલાયચી સિસ્ટોલિક અને ડાયસ્ટોલિકને ઓછુ કરવામાં સહાયક છે. તેનાથી બ્લડ પ્રેશર લેવલ પ્રભાવિત થાય છે.
જો તમારે ઈલાયચીનુ સેવન કરવુ છે તો તમે તેને ચા માં પણ નાખી શકો છો. રિસર્ચ મુજબ ઈલાયચીના પાવડરનુ સેવન કરવામાં આવે તો પેટની ચરબીને ઓછી કરી શકાય છે. તેને નિયમિત લેવાથી શરીર પર કોઈ ખરાબ અસર પણ પડતી નથી.
શુ તમે જાણો છો કે પેટમાં ગેસ કે શરીરમાં પાણીને કારણે સોજો આવતા પણ જાડાપણુ વધે છે ?

જો તમને આ વસ્તુઓની સમસ્યા છે તો તમે પણ અત્યારથી જ ઈલાયચીનુ સેવન કરવુ શરૂ કરી દો.

કેવી રીતે કરશો ઈલાયચી તમારા ડાયેટમાં સામેલ ? તમે તેને કોફી કે ચા માં નાખીને પી શકો છો. ઈલાયચીના દાણાને વાટીને પાવડર બનાવી લો અને તેને તમારા દૂધ, ચા કે ખાવામાં પ્રયોગ કરો. આ ઉપરાંત તમે જમ્યા પછી પણ એક ઈલાયચી ચાવી શકો છો.


આ પણ વાંચો :