Food Combinatioins - આ વસ્તુઓ એક સાથે ખાશો તો થશે નુકશાન

શનિવાર, 3 માર્ચ 2018 (17:36 IST)

Widgets Magazine

આયુર્વેદિક ચિકિત્સા મુજબ જમવાના કેટલાક નિયમ હોય છે. અનેકવાર કેટલાક જમતી વખતે ભોજનનુ કોમ્બીનેશન એવુ કરે છે જેનાથી આરોગ્ય પર ખરાબ અસર પડી શકે છે જો તમે પણ જમતી વખતે આ નાની નાની વાતોનુ ધ્યાન નથી રાખતા તો એ તમારા આરોગ્ય માટે હાનિકારક થઈ શકે છે.  તેથી ભોજન કરતા પહેલા ફૂડ કૉમ્બિનેશનની માહિતી જરૂર હોવી જોઈએ કે ખાવા સાથે કંઈ વસ્તુઓનુ સેવંકરવુ જોઈએ અને કંઈ વસ્તુઓનુ નહી.  જો તમે પણ ઈચ્છો છો કે તમારા ખોરાકનો તમારા આરોગ્ય પર સારો પ્રભાવ પડે તો  અને તમે હંમેશા હેલ્ધી રહો તો તમે પણ ફૂડ કોમ્બિનેશનને જરૂર સમજો.  આજે અમે તમને એવા ફૂડ કોમ્બિનેશંસ વિશે બતવીશુ જે એક સાથે લેવા આરોગ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. 
 
1. દૂધ અને દહીનું કૉમ્બિનેશન - દૂધ અને દહીનુ એક સાથે સેવન કરવાથી તમને ગેસ એસિડીટી કે અપચો અને ઉલ્ટીની સમસ્યા થઈ શકે છે.  કારણ કે આ બંનેની તાસીર જુદી જુદી હોય છે. આ ઉપરાંત દૂધ સાથે સંતરાનુ જ્યુસ પણ લેવુ હાનિકારક હોઈ શકે છે.  તેને એક સાથે લેવાથી પણ પેટમાં ખમીર બને છે. જો તમે જ્યુસ લેવા જ માંગો છો તો આ બંને વચ્ચે ઓછામાં ઓછો એક કલાકનુ અંતર રાખો. 
fast food
2. દૂધ અને ફ્રાઈ નમકીનનુ કૉમ્બિનેશન - દૂધનુ સેવન આરોગ્ય માટે પૌષ્ટિક આહાર માનવામાં આવે છે. તેમા શુગર અને પ્રોટીન હોવાને કારણે તેની સાથે ફ્રાઈ નમકીન ન ખાવી જોઈએ. કારણ કે આ એક સાથે લેવાથી શરીરમાં મિલ્ક પ્રોટીન જામી જાય છે અને સાથે જ તેનુ પોષણ પણ ઓછુ થઈ જાય છે.  આ વસ્તુઓ લાંબા સમય સુધી સેવન કરવાથી સ્કિન સંબંધી સમસ્યાઓ પણ થઈ શકે છે. 
 
3. દહી અને ફળનુ કોમ્બિનેશન  - આમ તો ફળોનુ સેવન આરોગ્ય માટે લાભકારી હોય છે પણ આ દહી સાથે લેવાથી આરોગ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. જો તમે ફ્રૂટ રાયતા લો છો તો તેનુ સેવન લાંબા સમય સુધી ક્યારેય ન કરવુ જોઈએ. 
 
4. માછલી અને દહીનુ કૉમ્બિનેશન - દહી ખાવામાં શરીર માટે ઠંડુ હોય છે તેથી આ સાથે ગરમ વસ્તુઓનુ સેવન ન કરવુ જોઈએ જેવી કે માછલી. આ બંનેને એક સાથે લેવાથી ગેસ એલર્જી અને ત્વચા સંબંધી બીમારીઓ થઈ શકે છે. 
Sweet pongal
5. ગળી વસ્તુઓ અને ખાટા ફળનુ કોમ્બિનેશન - આયુર્વેદ મુજબ ગળી અને ખાટા ફળ પણ ક્યારેય એક સાથે ન લેવા જોઈએ. કારણ કે ખાટા ફળ પાચન ક્રિયા દરમિયાન શુગરને ડાયજેસ્ટ કરવામાં અવરોધ નાખે છે અને સાથે જ ફળોની પૌષ્ટિકતા પણ ઓછી થઈ જાય છે. 
 
6. ફેટ અને પ્રોટીનનુ કૉમ્બિનેશન - ફેટ મતલબ ઘી માખણને પનીર ઈંડા મીટ માં નાખીને ન લેવા જોઈએ.  આ વસ્તુઓ એક સાથે લેવાથી પાચન તંત્ર બગડી જાય છે. પેટના દુખાવાની સમસ્યા પણ થઈ શકે છે. 
 
7. કાર્બોહાઈડ્રેટ્સ અને પ્રોટીનનુ કૉમ્બિનેશન - પ્રોટીનથી ભરપૂર ભોજન સાથે કાર્બોહાઈડ્રેટ્સ લેવાથી તે પચવામાં મુશ્કેલ થાય છે. મીટ ઈંડા પનીર નટ્સ પ્રોટીન બ્રેડ દાળ બટાકા સાથે હાઈ કાબ્રોહાઈડ્રેટ્સ ભોજન ન ખાવુ જોઈએ. આ એક સાથે લેવાથી કબજિયાતની સમસ્યા થઈ શકે છે. 
 
8. ભોજન અને પાણીનુ કૉમ્બિનેશન - ભોજનને યોગ્ય રીતે પચાવવા માટે તેની સાથે પાણીનુ સેવન ન કરવુ જોઈએ. આ એક સાથે સેવન કરવાથી ભોજન પેટમાં લાબા સમય સુધી નહી રહે અને નીચે જતુ રહેશે.  જેનાથી શરીરને સારી રીતે પોષણ નહી મળી શકે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

સંચણ વાળું પાણી આ સમયે પીવાથી મળશે આવા 4 લાભ

મોટાભાગના ઘરોમાં સંચણનો ઉપયોગ સલાદનો સ્વાદ વધારવા માટે વપરાય છે.પરંતુ કાળા મીઠુંનો ઉપયોગ ...

news

પેટની ગૈસની સમસ્યાથી તરત છુટકારો મેળવો આ છે 2 ઉપાય

પેટ ગૈસ એક એવી સમસ્યા છે જે દરેક કોઈને પરેશાન કરે છે. આજે મોટાભાગના લોકો લોકો પેટના ...

news

હાર્ટ અટેક આવવાના 1 મહીના પહેલા જ શરીર આપવા લાગે છે આ 5 સંકેત, અવગણના ન કરવી

સ્વાસ્થય માણસની સૌથી મોટી દૌલત છે. આજકાલના ભાગદોડ ભરેલી જીવન અને ખરાબ ખાનપાનના કારણે ઘણા ...

news

Cardiac Arrest માં આ સ્ટેપ્સથી બચાવી શકાય છે જીવ

બોલીવુડની સુપરસ્ટાર શ્રીદેવીને અચાનક કાર્ડિયક અરેસ્ટ થવાથી શનિવારે મોડી રાત્રે તેનુ મોત ...

Widgets Magazine