સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

Swimming- સ્વીમિંગના આ 5 ફાયદા, જાણો છો તમે?

સ્વીમિંગ એક એવું વ્યાયામ છે, જે તમને ઉર્જાવાન રાખતા તમારા શરીરને તાજો રાખી ઉર્જાનો સંચાર કરે છે, સાથે જ આરોગ્યના ખાસ ફાયદા પણ આપે છે. જાણો સ્વિમિંગના આ 5 ફાયદા 

1. તાણ- સ્વીમિંગ તમને કોઈ પણ પ્રકારથી છુટકારો આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તો અત્યારે જ્યારે પણ તનાવ કે તાણ હોય, સ્વિમિંગ કરો અને થઈ જાઓ શરીર અને મગજ બન્નેથી તાજા-તાજા 
 
2. જાડાપણું- વજન ઓછું કરવું હોય કે જાડાપન ઓછું કરી સ્લિમ બોડી, બન્ને માટે તરવું શાનદાર વિકલ્પ છે. દરરોજ સ્વિમિંગ કરી તમે શરીરથી આશરે 440 કેલોરી ઓછી કરી શકો છો. 
3. સ્ટેમિના- જો તમારા શરીરની ક્ષમતાઓ અને રોગ પ્રતિરોધક ક્ષમતા ઓછી છે, તો સ્વીમિંગ તેને વધારવા માટે એક સરસ ઉપાય છે. આ તમારું સ્ટેમિના વધારે છે અને તમને ચુસ્ત-દુરૂસ્ત રાખે છે. 
 
4. અકડન- સ્વીમિંગ તમારા શરીરની અકડનને ઓછા કરવામાં સક્ષમ છે. આ શરીરને લચીલો બનાવવામાં ખૂબ લાભકારી છે. તે સિવાય આ તમને આરામદાયક અનુભવ કરાવે છે. 
5. દિલ - આ દિલ માટે ફાયદાકારી છે. કોલેસ્ટ્રોલના સ્તરને ઓછું કરવા સિવાય આ દિલ અને ફેફસાંને સ્વસ્થ રાખવા અને હાડકાઓને મજબૂત બનાવી રાખવામાં મદદગાર છે.