1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 14 સપ્ટેમ્બર 2023 (18:14 IST)

Tulsi remedies- વાયરલ ફીવરમાં તુલસીના અકસીર એક ઘરેલુ ઉપાય

tulsi benefit
Tulsi Upay- આ વાતો તો બધા જાણે છેકે દૂધ આપણા આરોગ્ય માટે ખૂબ લાભકારી હોય છે. દૂધમાં ભરપૂર પ્રમાણમાં માત્રામાં પૌષ્ટિક તત્વ રહેલા હોય છે. આ ઉપરાંત તેમા કેલ્શિયમની પણ ભરપૂર માત્રા જોવા મળે છે. જે હાડકાને મજબૂત બનાવવાનુ કામ કરે છે.  પણ શુ તમે જાણો છો કે જો તમે દૂધમાં થોડી વધુ પૌષ્ટિક વસ્તુઓ  મિક્સ કરીને તેનુ સેવન કરો છો તો તેનાથી તમારા આરોગ્યના બમણા ફાયદા થઈ શકે છે. આજે અમે તમને દૂધમાં તુલસીના પાન મિક્સ કરીને પીવાના ફાયદા વિશે બતાવી રહ્યા છીએ. 
 
 
1. જો તમને માઈગ્રેનની સમસ્યા છે તો દૂધમાં તુલસીના પાન નાખીને ઉકાળી લો. જ્યારે આ સાધારણ ઠંડુ થઈ જાય તો તેનુ સેવન કરો. સવાર સાંજ તુલસીવાળુ દૂધ પીવાથી માઈગ્રેનની સમસ્યાથી પણ આરામ મળે છે. 
 
2. વાયરલ ફીવર હોય તો શરીર કમજોર થઈ જાય છે. વાયરલ ફીવર થતા દૂધમાં તુલસીના પાન, લવિંગ અને કાળા મરી મિક્સ કરીને પીવાથી વાયરલ ફીવરની સમસ્યા દૂર થઈ જાય છે. 
 
3. દૂધ અને તુલસી કેંસરની બીમારીમાં પણ ખૂબ લાભકારી હોય છે.  દૂધ નએ તુલસીમાં ભરપૂર માત્રામાં વિટામિંસ અને પૌષ્ટિક ખનીજ તત્વ જોવા મળે છે. આ ઉપરાંત તુલસીના પાનમાં એંટીબાયોટિક ગુણોની પણ ભરપૂર માત્રા જોવા મળે છે.  જે કેંસર જેવી ખતરનાક બીમારી સામે લડવામાં સક્ષમ હોય છે. દૂધમાં તુલસીના પાન નાખીને ગરમ કરીને સવાર સાંજ નિયમિત રૂપે પીવાથી કેંસરના દર્દીઓને ફાયદો મળે છે.