1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 20 ઑગસ્ટ 2014 (12:23 IST)

આતંકવાદીઓએ અમેરિકી પત્રકારનું માથુ કાપી નાખતો વીડિયો રજુ કર્યો

આઈએસઆઈએસે મંગળવારે રાત્રે એક વીડિયો રજુ કર્યો છે. જેમાં અમેરિકા પત્રકાર જેમ્સ ફોલેનુ માથુ કાપીને હત્યા કરતો બતાવાયો છે.  અમેરિકાના આ પત્રકારનું 2 વર્ષ પહેલા સીરિયામાં અપહરણ કરાયુ હતુ.  આ સાથે જ વિદ્રોહીઓએ એક વધુ અમેરિકી પત્રકારની તસ્વીરો રજુ કરતા ધમકી આપી છે કે તેમની જીંદગી ઈરાકમાં અમેરિકાનું વલણ કેવુ રહેશે તેના  પર ટકી છે.  
 
આતંકવાદીઓએ આ વીડિયોને અમેરિકા માટે સંદેશ નામથી સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. જો કે હજુ સુધી આ વાતની તપાસ નથી થઈ કે આ વીડિયો સત્ય છે કે નહી. 
 
અત્રે એ ઉલ્લેખનીય છે કે જેમ્સ 5 વર્ષથી પશ્ચિમ એશિયાથી રિપોર્ટિંગ કરી રહ્યો હતો અને લગભગ 2 વર્ષ પહેલા મતલબ 22 ઓક્ટોબર 2012ના રોજ તેનુ અપહરણ થયુ હતુ. તેમના પરિવારે તેમની શોધમાં મદદ માટે એક ટ્વિટર એકાઉંટ પણ બનાવ્યુ છે.  
 
વિડિયો રજૂ થયા પછી અમેરિકાએ એક નિવેદનમાં કહ્યુ છે અમે આ વીડિયો જોયો છે. જેમા દાવો કરવામાં આવ્યો છે કે આઈએસઆઈએસના આતંકવાદીઓએ અમેરિકી પત્રકાર જેમ્સ ફોલેનુ ખૂન કર્યુ છે.  અમે તેની પ્રમાણિકતાની તપાસ કરી રહ્યા છે.