શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 3 ફેબ્રુઆરી 2018 (15:08 IST)

ફ્રાંસમાં અતિવર્ષાથી હાહાકાર.. સ્કુલ કોલેજ અને ઓફિસ બંધ

ફ્રાંસમાં વરસાદનો પ્રકોપ ચાલુ છે. વરસાદને કારણે સીન નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. 
 
પૂરને કારણે ફ્રાંસમાં શાળા કોલેજ અને ઓફ્સ બંધ કરવા પડ્યા છે 
 
પેરિસના ઘરમાં ફસાયેલા 1500થી વધુ લોકોને રેસક્યુ કરવામાં આવ્યુ છે. 
 
નાવડી દ્વારા લોકોને રેસક્યૂ કરવામાં આવી રહ્યુ છે અને શક્ય મદદ આપવામાં આવી રહી છે. 
 
સીન નદીનુ જળસ્તર વધવાથી નદી કિનારે સ્થિત પાર્ક અને ફૂટપાથ પાણીમાં ડૂબી ગયા છે. લોકોને સુરક્ષિત સ્થાન સુધી પહોંચાડવા માટે સૈનિકો ગોઠવવામાં આવ્યા છે.  અનેક દિવસોથી ફ્રાંસમાં થઈ રહેલ વરસાદને કારણે ઘર અને દુકાનોમાં માટી અને પાણી ભરાય ગયુ છે.