આ મહિલાએ કર્યા ભૂત સાથે લગ્ન( આ વીડિયો જરૂર જુઓ)

samachar jara hat ke
Last Updated: ગુરુવાર, 18 જાન્યુઆરી 2018 (17:15 IST)
મિત્રો તમે ભૂત વિશે તો ઘણુ સાંભળ્યુ હશે પણ શુ તમે ક્યારેય એવુ સાંભળ્યુ છે કે ભૂત સાથે કોઈ લગ્ન કરે.. આવુ જ કંઈક કર્યુ છે નોર્દન આયરલેંડના ડાઉનપૈટ્રિક શહેરમાં રહેનારી એક મહિલા અમાંડા ટીમે..
જેણે પણ 45 વર્ષીય અમાંડા ટીમની લવ સ્ટોરીને સાંભળી તે હેરાન થઈ ગયુ. અમાંડાએ કોઈ મનુષ્ય સાથે નહી પણ કથિત રૂપે એક કર્યા અને આ લગ્ન તેણે ધૂમધામથી રચાવ્યા. મેટ્રોના એક સમાચાર મુજબ અમાંડા જણાવે છે કે - લગભગ 300 વર્ષ પહેલા મારા પતિ જૈકનુ મોત થઈ ગયુ હતુ.
તે હૈતીના સમુદ્રી લુંટેરા હતા. મે ક્યારેય તેમને જોયા નથી પણ જૈક કહે છે કે તે ડાર્ક છે અને કાળા લાંબા વાળ ધરાવે છે.
અપરાધી હોવાને કારણે તેમને 1700 દરમિયાન મોતની સજા સંભળાવવામાં આવી હતી.

અમાંડાને પૂર્વ પતિથી 5 બાળકો છે પણ તેમની સાથે તે અહેસાસ નથી થતો જે તેમને જૈક સાથે મળે છે. તે જણાવે છે કે હુ જૈક સાથે ડેટ પર જઉ છુ. અમારી વચ્ચે વાદ વિવાદ પણ થાય છે.
અમે સાથે ક્વોલિટી ટાઈમ પણ સ્પેંડ કરીએ છીએ.
અમાંડા જણાવે છે કે - જૈકે ક્યારેય પોતાના જીવનકાળ દરમિયાન લગ્ન કર્યા નથી. તે એક શક્તિશાળી આત્મા છે. જૈકના પ્રપોઝ કર્યા પછી તેણે લગ્ન કરવાનો નિર્ણય કર્યો.

બંનેયે પછી ધૂમધામથી લગ્ન કરવાનો નિર્ણય કર્યો જેની તસ્વીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
લગ્નના દિવસે તેમનો પરિવાર અને 12 મિત્ર સામેલ થયા હતા.
લગ્ન કર્યા પછી અમાંડાએ તસ્વીરો પણ ક્લિક કરાવી જ્યા તેમની સાથે એક ઝંડો લગાવ્યો હતો.

તેમણે પોતાના પતિને ક્યારેય જોયા નથી પણ તેમને લાગે છે કે તે પાઈરેટ્સ ઑફ કૈરેબિયનના કેપ્ટન જૈક સ્પેરો જેવા દેખાતા હશે. બંનેના લગ્ન વિધિસર થયા અને જૈકની હાજરીને પ્રતીકાત્મક માનતા તેમની અંગૂઠી એક તલવાર પર મુકવામાં આવી.
અમાંડા પોતાના પહેલા પતિથી અલગ થઈ ચુકી છે.
આ સ્ટોરીની એક વિચિત્ર વાત એ છે કે એક દિવસ જૈકે સપનામાં કહ્યુ કે તેઓ બંને એક થઈ શકે છે. પણ આ પહેલા ક્યારેય અમાંડાએ માણસ અને આત્માની વચ્ચેના આટલા ઘનિષ્ઠ સંબંધો વિશે સાંભળ્યુ નહોતુ. પછી તેણે આ વિષય પર ઘણુ રિસર્ચ કર્યુ અને જોયુ કે હકીકતમાં માણસ અને આત્મા વચ્ચે પણ સંબંધો આત્મીયતાના હોય છે.

તો મિત્રો કેવી લાગ્યા તમને આજના અમારા આ સમાચાર જરા હટકે... જો આપને આ વીડિયો ગમ્યો હોય તો તેને લાઈક અને શેર જરૂર કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનુ ભૂલશો નહી..


આ પણ વાંચો :