ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 17 ઑગસ્ટ 2017 (15:57 IST)

VIDEO આ ગ્લેમરસ લેડી છે ચાર બાળકોની દાદી !!

દાદી અને ગ્લેમરસ  આ બંને વાતો તમને વિરોધાભાસ લાગતી હશે.. સામાન્ય રીતે ચાર બાળકોની દાદી સાંભળીને તમારી સામે ચેહરા પર કરચલીઓ હોય એવી કોઈ મહિલાની તસ્વીર ફરવા માંડે છે. પણ ઈંટરનેટ પર એકવાર ફરી વયને લઈને ભ્રમિત છે. આ લેડીને જોઈને તેની વય વિશે યોગ્ય અનુમાન લગાવવુ મુશ્કેલ થઈ રહ્યુ છે. કોઈ ફિલ્મી અભિનેત્રીની જેમ દેખાનારી આ લેડી ચાર બાળકોની દાદી છે. 

ઓસ્ટ્રેલિયાના પર્થમાં રહેનારી આ સુંદર મહિલાનુ નામ છે કૈરોલિન હાર્ટજ. તેના ત્રણ બાળકો છે અને આ ચાર બાળકોની દાદી છે.  સાંભળીને વિશ્વાસ નથી થતો ને .  પણ આ સત્ય છે ... આ દાદીની વય 70 વર્ષ છે. 
 
સ્વાભાવિક છે કે લોકોએ આ સુંદરતાનુ રહસ્ય જાણવા માંગ્યુ તો જવાબમાં તેમણે કહ્યુ કે તેની પાછળ તેના નિયમપૂર્વકના  ડાયેટનો હાથ છે..  તેમણે છેલ્લા 28 વર્ષથી ખાંડનું કોઈપણ રૂપમાં સેવન કર્યુ નથી..  તેમણે શુગર ફ્રી કુકિંગ પર એક પુસ્તક પણ લખ્યુ છે. 
 
કૈરોલિનનુ કહેવુ છે કે ખાન પાન અને વર્કઆઉટને લઈને સજાગ રહેવુ જરૂરી છે. સજાગ રહો તો 70 વર્ષની વયમાં પણ ફિટ રહેવુ મુશ્કેલ નથી.. જો કે કેટલાક લોકોનુ માનવુ છે કે જવાન દેખાવવા માટે કૈરોલિને સર્જરી કરાવી છે કે પછી એ વોટોક્સ લે છે.