H-1B વીઝાના નવા નિયમોથી મોટી સંખ્યામાં ભારતીયોને, અમેરિકા મૂકવું પડી શકે છે.

રવિવાર, 7 જાન્યુઆરી 2018 (12:52 IST)

Widgets Magazine

‘બાય અમેરિકન, હાયર અમેરિકન’ની નીતિને અનુરૂપ ટ્રંપ પ્રશાસન એક એવા પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યું છે જેનાથી મોટી સંખ્યામાં ભારતીયોએ અમેરિકા મૂકવો પડશે. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી(DHS) સાથે મેમોના સ્વરૂપમાં શેર કરવામાં આવેલો આ પ્રસ્તાવ તે વિદેશી વર્કર્સને વીઝા રાખવાથી રોકી શકે છે, જેમના ગ્રીન કાર્ડ લંબિત પડ્યા હશે.
અમેરિકી સરકારના આ નિર્ણયથી અમેરિકામાં હજારો ઈન્ડિયન એમ્પ્લોઈઝની H-1B વીઝા એક્સટેન્ડ નહી કરાશે કારણકે સ્થાઈ નિવાસની અનુમતિ આપતું ગ્રીન કાર્ડની એપ્લિકેશન હજી પેન્ડિંગ છે. આ નવા કાયદાથી પ્રભાવિત થનારા ભારતીયોમાં મોટી સંખ્યામાં IT સેક્ટરમાં કામ કરનારા કર્મચારી છે.
આ નિયમો પર નજર કરીએ તો ગ્રીન કાર્ડ આવેદનો પેંડિંગમાં  હજી 2-3 વર્ષ માટે H-1B વિઝાની માન્યતા વધારવાની અનુમતિ મળેલી છે. જો નવા નિયમ પર અમલ કરવામાં આવશે તો H-1B ધારક 50,000થી 75,000 ભારતીયોએ અમેરિકા છોડીને ભારત પાછું આવવું પડી શકે છે.
ખબર છે કે  સોફ્ટવેર ઈન્ડસ્ટ્રીની સંસ્થા નેસ્કૉમ વીઝા સંબંધી મુદ્દાઓ પર અમેરિકાની સંસદ અને સરકાર સામે પોતાની ચિંતા વ્યક્ત કરી ચુકી છે અને આગામી અમુક અઠવાડિયામાં પ્રસ્તાવિત કાયદા પર વાતચીત પણ થઈ શકે છે.
વાસ્તવમાં, અમેરિકા આ પગલું તેના બિલના ભાગરૂપે લેવામાં આવ્યો છે. આ બિલમાં H-1B વીઝાના દુરૂપયોગને રોકવા માટે નવા પ્રસ્તાવ મુકવામાં આવ્યા છે. આના સિવાય, સરખું વેતન અને ટેલેન્ટના મૂવમેન્ટને લઈને નવા કાયદા લગાવવાની વાતો કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે અમેરિકા દર વર્ષે 85000 નોન-ઈમિગ્રન્ટ H-1B વીઝા જ્યારે 65000 વિદેશીઓને વીઝા આપે છે. આ સિવાય 20000 લોકોને અમેરિકાની સ્કૂલ-કોલેજોમાં એડવાન્સ ડિગ્રી કોર્સમાં એડમિશન માટે વીઝા આપે છે. આમાંથી 70 ટકા લોકો ભારતીયો હોય છે અને મોટાભાગના લોકોને IT કંપનીઓ હાયર કરે છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
અમેરિકા વિદેશી ભારતીય Dhs America Indian International News H-1b H-1b વીઝા Protect And Grow American Jobs Bur American Hire Americanh-1b Visaindians In Americaprotect And Grow American Jobs

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ચારા કૌભાંડ કેસ -3.5 વર્ષની સજા પછી લાલૂએ કહ્યુ, 'સામાજીક ન્યાય અને સમાનતા માટે મરવા પણ તૈયાર છુ'

રાષ્ટ્રીય જનતા દળ અધ્યક્ષ લાલૂ પ્રસાદ યાદવને બહુચર્ચિત અરબ રૂપિયાના ચારા કૌભાંડના નિયમિત ...

news

જિગ્નેશ મેવાણીએ ફેસબુકને કર્યો મેસેજ, કહ્યુ ''મારું એકાઉન્ટ કરો વેરિફાઇડ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વડગામની બેઠક પરથી જીત મેળવનાર દલિત આગેવાન જિગ્નેશ મેવાણીએ ...

news

મગફળીના મબલખ ઉત્પાદને ભાજપની રૂપાણી સરકારનું ટેન્શન વધાર્યુ

આ વર્ષે ઈન્ડિયન ઓઈલસીડ એન્ડ પ્રોડ્યુસ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના અંદાજ મુજબ ગુજરાતના ...

news

ગુજરાતમાં અત્યારથી લોકસભા ચૂંટણીના સરવે શરૂ થઈ ગયાં

લોકસભાની ચૂંટણી આડે સવા વર્ષ બાકી રહ્યું છે ત્યારે ભાજપે ગુજરાતમાં અત્યારથી જ ચૂંટણીની ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine