1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : શનિવાર, 23 ફેબ્રુઆરી 2019 (12:35 IST)

Pulwama Attack પર બોલ્યા ડોનાલ્ડ ટ્રંપ, કોઈ મોટુ પગલુ ઉઠાવવાનુ વિચારી રહ્યુ છે ભારત

એએનઆઈના મુજબ ડોનાલ્ડ ટ્રંપે કહ્યુ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ખૂબ જ ખતરનાક સ્થિતિ ચાલી રહી છે. અમે તેને રોકવા માંગીશુ. પુલવામાં આતંકી હુમલાને લઈને ટ્રંપે કહ્યુ કે ભારતે લગભગ 50 લોકોને ગુમાવ્યા છે. 
 
અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યુ કે અનેક લોકો તેના વિશે વાતચીત કરી રહ્યા છે. જે કાશ્મીરમાં થયુ તેને કારણે વર્તમાન સમયમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ખૂબ તનાવની સ્થિતિ છે. આ ખૂબ ખતરનાક છે. 
 
ડોનાલ્ડ ટ્રંપે કહ્યુ, અમે પાકિસ્તાનને 1.3 બિલિયનની મદદ પર રોક લગાવી છે. અમે પાક સાથે બેઠક કરી શકીએ છીએ. અમેરિકાનો પાકિસ્તાન ખોટો ફાયદો ઉઠાવી રહ્યુ હતુ. આ પહેલા ડોનાલ્ડ ટ્રંપે પુલવામાં આતંકી હુમલાને ભયાનક બતાવ્યો હતો. ટ્રંપે કહ્યુ કે તેઓ આ અંગે રિપોર્ટ પ્રાપ્ત કરી રહ્યા છે અને નિવેદન રજુ કરશે. 
 
બીજી બાજુ વિદેશ મંત્રાલયના ઉપ પ્રવકતા રોબર્ટ પૈલાડિનોએ બહરત પ્રત્યે પુરજોર સમર્થન બતાવતા પાકિસ્તાનને 14 ફેબ્રુઆરીના રોજ થયેલ હુમલા માટે જવાબદારને સજા આપવાનુ કહ્યુ હતુ. 
 
જમ્મુ કાશ્મીરના પુલવામાં જીલ્લામાં 14 ફેબ્રુઆરીના રોજ જૈશ એ મોહમ્મદના એક ભીષણ ફિદાયિન હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ તહી ગયા હતા અને અન્ય અનેક ઘયલ થયા હતા. જૈશના આતંકવાદીએ વિસ્ફોતકોથી ભરેલા વાહન દ્વારા સીઆરપીએફ જવાનોને લઈ જઈ રહેલ બસને ટક્કર મારી દીધી હતી.  ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય રિઝર્વ પોલીસ  બળના 2500 થી વધુ કર્મચારી 78 વાહનોના કાફલામાં જઈ રહ્યા હતા. તેમાથી મોટાભાગના પોતાની રજાઓ વિતાવ્યા પછી પોતાની ડ્યુટી પર પરત ફરી રહ્યા હતા. જમ્મુ કાશ્મીર રાજમાર્ગ પર અવંતિપોરા વિસ્તારમં લાટૂમોડ પર આ કાફલા પર બપોરે લગભગ સાઢા ત્રણ વાગ્યે ઘાત લગાવીને હુમલો કરવામાં આવ્યો.