1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 29 જુલાઈ 2015 (11:20 IST)

આવતીકાલે દિવંગત ડો. કલામના અંતિમ સંસ્કાર, CM જયલલિતા ભાગ નહી લે, PM મોદી જશે

દિવંગત પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામના પાર્થિવ શરીરને દિલ્હીથી રામેશ્વરમ લઈ જવામાં આવી રહી છે. ડો. કલામનો અંતિમ સંસ્કાર ગુરૂવારે રામેશ્વરમમાં તેમના પૈતૃક ગામમાં હશે. આખા રાજકીય સન્માન સાથે તેમણે પીએમ મોદીની હાજરીમાં અંતિમ વિદાય આપવામાં આવશે. તેમના પાર્થિવ શરીરને લઈને કે વિશેષ વિમાન પાલમ એયરપોર્ટ દ્વારા રામેશ્વર માટે રવાના થઈ ચુક્યુ છે. 
 
માહિતી મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે જ અનેક કેન્દ્રીય મંત્રી અને ઓછામાં ઓછા ત્રણ મુખ્યમંત્રી ગુરૂવારે અંતિમ સંસ્કાર કાર્યક્રમમાં ભાગ લેશે. રક્ષા મંત્રી મનોહર પર્રિકર સાથે કેન્દ્રીય મંત્રી વેકૈયા નાયડૂ અને રાધાકૃષ્ણન પણ પાર્થિવ શરીર સાથે રામેશ્વરમ જઈ રહ્યા છે. 
જયલલિતા ભાગ નહી લે 
 
બીજી બાજુ તમિલનાડુની મુખ્યમંત્રી જે. જયલલિતા સ્વસ્થ્ય કારણોથી અંતિમ સંસ્કારમાં ભાગ નહી લઈ શકે. ઓ. પનીરસેલ્વમે આ વાતની માહિતી આપતા કહ્યુ કે તેઓ બીજા અન્ય મંત્રી પૂર્વ રાષ્ટ્રપતિને અંતિમ નમન કરવા રામેશ્વર જશે. રાજ્ય સરકારે ડો. કલામના નામ પર સ્મારક બનાવવાનો નિર્ણય કર્યો છે અને એ માટે જમીન પણ આપવામાં આવી છે. 
રામેશ્વરમમાં અંતિમ દર્શન 
 
રામેશ્વરમાં બુધવારે પાર્થિવ શરીરના પહોંચ્યા પછી બપોર પહેલા તેને પૂર્વ રાષ્ટ્રપતિના પૂર્વજોનુ ઘર હાઉસ ઓફ કલામમાં અને ત્યારબાદ બસ મથક સામે ખુલ્લા મેદાનમાં અંતિમ દર્શન માટે મુકવામાં આવશે. તમિલનાડુ સરકારે 30 જુલાઈના રોજ રજાની જાહેરાત કરી છે. એપીજે અબ્દુલ કલામના નિધન પછી રામેશ્વરમમાં માતમ ફેલાયુ છે. અંતિમ સંસ્કારની તૈયારી ચાલી રહી છે. લોકો ઉપરાંત શાળામાં પણ દુખનુ વાતાવરણ છે.