મંગળવાર, 19 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , શુક્રવાર, 15 જુલાઈ 2016 (16:52 IST)

ટ્વિટર પર બાબા રામદેવની ઉડી મજાક

ભારતમાં એક સાપ્તાહિક સમાચાર મેગેઝીનના કવર પર યોગ ગુરૂ રામદેવની તસ્વીર ટ્વિટર પર જોક્સ અને મજાકનુ કારણ બની ગયુ છે. મેગેઝીન પર યોગ ગુરૂ રામદેવને એક આસન કરતા જોઈ શકાય છે. જેમા તે માથાના બળે નમીને પોતાના હાથથી પગને પકડેલ છે. ટ્વિટર ટ્રૉલ્સે જેવી આ તસ્વીર જોઈએ. તેમણે આના પર કમેંટ કરવામાં જરાપણ મોડુ ન કર્યુ. 
 
શિરીશ કુંદરે પોતાના ટ્વીટ કૈપ્શનમાં લખ્યુ છે કે અમેરિકાએ જ્યારે ચંદ્ર પર ધ્વજા લહેરાવી  હતી ત્યારે આખી દુનિયાએ તેમને શકની નજરથી જોયુ હતુ અને આજે પણ જુએ છે.  એ જ મોટી ઘટના પછી રામદેવની દાઢી જે ગુરુત્વાકર્ષણના નિયમોને ખોટા સાબિત કરી રહી છે લોકો માટે અમેરિકાના ચાંદ પર ઝંડો લહેરાવવા જેવુ આશ્ચર્ય પૈદા કરી રહી છે.  બીજી બાજુ એક ફોટામાં લખ્યુ છે કે ઈંડિયન એયરફોર્સને લીડ કરતા બાબા રામદેવ.  તેનાથી એયરફોર્સની તાકતમાં વધારો થયો છે.