શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Updated : ગુરુવાર, 30 નવેમ્બર 2017 (15:02 IST)

બ્રેકફાસ્ટ રેસીપી - બ્રેડના ભજિયા

નાસ્તો બનાવવાની ગૂંચવણથી બચવા માટે બ્રેડમાં નાખો એક મજેદાર ટ્વિસ્ટ અને બનાવો મસાલેદાર બ્રેડ ભજિયા. જાણો તેને બનાવવાની રીત. 
સામગ્રી - 5 બ્રેડ સ્લાઈસ, અડધો કપ તાજુ ઘટ્ટ દહી, ત્રણ ચોથાઈ કપ બેસન, એક નાની ચમચી લીલા મરચાંનુ પેસ્ટ, 2 મોટી ચમચી લીલા ધાણા સમારેલા, એક નાની ચમચી લાલ મરચાનો પાવડર, એક નાની ચમચી લાલ મરચાંનો પાવડર, એક ચોથાઈ નાની ચમચી હિંગ.  અડધો કપ ઝીણી સમારેલી ડુંગળી, તળવા માટે તેલ. 
 
બનાવવાની રીત - બ્રેડ સ્લાઈસના કિનારા કાપીને તેના નાના ટુકડા કરી લો. એક બાઉલમાં બધી સામગ્રી એકરસ કરી લો પછી તેમા પાણી નાખીને સારી રીતે મિક્સ કરી લો. હવે મધ્યમ તાપમાં એક નોન-સ્ટિક કડાહીમાં તેલ ગરમ કરો.  જ્યારે તેલ ગરમ થઈ જાય તો ચમચીથી તેમા મિશ્રણ નાખીને સોનેરી થતા સુધી ભજીયા તળી લો. કડાહીમાંથી કિચન પેપર પર ભજિયાને કાઢી લો જેથી વધારાનુ તેલ શોષાય જાય.  ટોમેટો કેચઅપ કે પછી ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરો.