શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: સોમવાર, 11 જૂન 2018 (14:34 IST)

ગુજરાતી હેલ્ધી રેસીપી - પુડલા

સામગ્રી - ૨૦૦ ગ્રામ ચણાનો લોટ, એક ચમચી લસણની પેસ્‍ટ, એક ચમચી આદુની પેસ્‍ટ, એક ચમચી અજમો, એક ચમચી લાલ મરચાનો પાવડર, હળદર, સ્‍વાદ પ્રમાણે મીઠું, 2 ચમચા કોથમીર અથવા મેથી બારીક સમારેલી. થોડુ તેલ.
 
બનાવવાની રીત - ચણાના લોટમાં પાણી નાખી મીઠું, અજમો અને હળદર નાખવા, હવે તેમાં થોડું થોડું પાણી નાખતા જઈ અને લોટના ગઠ્ઠા ના રહે તેમ હલાવતા જઈને બહુ ઘટ્ટ પણ નહી અને બહુ પાતળું પણ નહી એવું ખીરું તૈયાર કરવું. પુડલા માટે ખીરુ બનાવો. હવે તેમા મેથી કે કોથમીર ઝીણી સમારીને નાખો. આદુ-મરચા-લસણની પેસ્ટ નાખીને હલાવો.   ગેસ પર નોન-સ્‍ટીક તવાને ગરમ કરી તેમાં એક ચમચી તેલ લગાવી ખીરૂ રેડી પુડલા બનાવો. પુડલાને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન શેક્યા બાદ દહીં કે લસણની ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરો.