શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Updated : બુધવાર, 4 એપ્રિલ 2018 (15:17 IST)

ગુજરાતી રેસીપી- ઑરેંજ ઑઈસ ટી

અત્યાર સુધી તમને ઑરેંજ એટલે કે સંતરાના ફળ રેતે કે તેનો જ્યૂસ કાઢીને તો ઘણી વાર પીધું હશે, પણ શું તમે જાણો છો કે તેનાથી તમે આઈસ ટી પણ બનાવી શકો છો. જી જા તેને તમે બહુ ઓછા સમયમાં બનાવી શકે છે.
 
જરૂરી સામગ્રી 
બે ગ્લાસ પાણી 
પાંચ મોટી ચમચી ચા-પત્તી 
ચાર મોટી ચમચી સંતરાના છાલટા 
એક નાની કપ સંતરાના જ્યૂસ
ખાંડ 100 ગ્રામ 
બરફ જરૂર પ્રમાણે 
પાણી જરૂર પ્રમાણે 
ઑરેજની એક 2 ટુકડા 
સજાવટ માટે 
 
 
વિધિ-
- સૌથી પહેલા મધ્યમ તાપ પર એક પેનમાં પાણી, ચા -પત્તી અને સંતરાના છાલટા નાખી 3 થી 4 મિનિટ સુધી ઉકાળો. 
- 3 થી 4 મિનિટ પછી આ મિશ્રણને એક જગમાં નાખી મૂકી લો. 
- હવે તેમાં સંતરાનું જ્યૂસ, ખાંડ અને પાણી નાખી સારી રીતે મિક્સ કરો અને તેને 2થી 3 કલાક સુધી ઠંડું થવા દો. 
- નક્કી સમય પછી તેને એક ગ્લાસમાં કાઢી બરફ નાખો. 
- તૈયાર છે ઑરેંજ આઈસ ટી. ઑરેંજ સ્લાઈસને ગાર્નિશ કરી ઠંડુ-ઠંડુ સર્વ કરો. 
નોધ- 
છાલટાને જરૂરતથી વધારે ન ઉકાળવું નહી તો આઈસ ટી કડવું થઈ જશે.