Health Care - ચાઈનીઝ ફૂડ ખાતા પહેલા જાણો તેના વિશે

Widgets Magazine

chinese food
 
અમે તમને જણાવીએ કે ચાઇનીઝ ડિશ આપણા સ્વાસ્થ્ય માટે સારી છે કે નહીં તે પહેલા એ જાણી લઇએ કે આખરે ચાઇનીઝ ડિશ શું હોય છે. તે એક પ્રકારનું એવું ભોજન છે જેને દુનિયાભરમાં લગભગ દરેક દેશોએ પોતાના અંદાજમાં અપનાવ્યું છે. તમે જ્યાં નજર દોડાવશો ત્યાં તમને એક ડિશ ઇન્ડો-ચાઇનિઝ કે ચાઇનિઝ-અમેરિકનના રૂપમાં મળી જશે. પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે તમારામાંથી મોટાભાગનાએ તો આજસુધી સાચી ચાઇનિઝ ડિશનો સ્વાદ ચાખ્યો જ નહીં હોય.

મુખ્ય મુદ્દા પર આવીએ તો જે અસલી ચાઇનિઝ ફૂડ છે તે આપણા સ્વાસ્થ્ય માટે બહુ સારું ગણાય છે. પણ આજકાલ બજારમાં મળતા ચાઇનીઝ ફૂડનો સ્વાદ અસલી ચાઇનીઝ ફૂડ જેવો હોતો જ નથી. આવો, નજર નાંખીએ કે આજકાલ માર્કેટમાં મળતી ચાઇનીઝ ડિશ આપણા સ્વાસ્થ્ય પર શું અસર પાડે છે...

કઇ ચાઇનિઝ ડિશ ખરાબ છે ? -

1. ડીપ ફ્રાઇડ - જો તમે આ ડિશનો સ્વાદ માણતા હોવ તો તે તમારા સ્વાસ્થ્ય માટે બિલકુલ સારી નથી. તેને એવા તેલમાં તળવામાં આવે છે જેમાં સેચ્યુરેટેડ ફેટ સૌથી વધુ હોય છે. નોંધનીય વાત એ છે કે કોઇપણ ચાઇનીઝ ફૂડ તેલમાં ક્યારેય નથી તળાતું. ચાઇનામાં ક્યારેય ફ્રાઇડ મોમોઝ નથી ખવાતા પણ ભારતમાં તો દરેક ચાઇનીઝ ડિશ તળીને સર્વ કરવામાં આવે છે.

2. સ્ટીમ્ડ - જો તમારી ચાઇનીઝ ડિશ સ્ટીમ્ડ છે તો તમે તેને આંખ બંધ કરીને ખાઇ શકો છો આ પ્રકારના ભોજનમાં ફ્રાઇડ રાઇસની ગણતરી કરી શકાય છે કારણ કે પરંપરાગત રૂપે આ ડિશ તેલમાં તળવામાં નથી આવતી. તેમાં ચોખા અને શાકભાજીને એક સાથે સ્ટીમ કરવામાં આવે છે જે આ ડિશને હેલ્ધી બનાવે છે.

3. સ્ટિર ફ્રાઇડ - જો તમે હોટેલના મેન્યૂ પર કોઇપણ સ્ટિર ફ્રાઇડ ચાઇનીઝ ફૂડ જુઓ તો તેને પણ વગર ચિંતાએ ઓર્ડર કરી લો. આનાથી તમારા સ્વાસ્થ્ય પર કોઇ ખરાબ પ્રભાવ નહીં પડે કારણ કે તે બહુ ઓછા તેલમાં અને બહુ ઓછા સમય માટે તળવામાં આવેલું હોય છે.

4. ગ્રેવી-સૉસ - ચાઇનીઝ ફૂડ સૉસ સાથે ખાવું એ પણ હેલ્ધી ગણાય છે. સોયા સૉસ સ્વાસ્થ્ય માટે સારો હોય છે પણ જો તેને સીમિત માત્રામાં ખાવામાં આવે તો. આ સિવાય આવી કોઇ ડિશમાં રહેલા શાકભાજી, માંસ કે માછલીને ગ્રેવીની સાથે ફ્રાય કરવામાં આવ્યા છે કે નહીં. આમ તો સામાન્ય રીતે એવું જ થાય છે કે ચાઇનીઝ ફૂડમાં વાપરવામાં આવતી બધી સામગ્રીઓને ગ્રેવી સાથે ફ્રાય કરવામાં આવે છે, ગ્રેવી ઉપરથી નાંખવામાં નથી આવતી.

5. સૂપ - આ એક પ્રકારનું બેસ્ટ ચાઇનીઝ ફૂડ છે જે સ્ટીમ કરીને કે ઉકાળીને ખાઇ શકાય છે. તે પૌષ્ટિક તો હોય જ છે અને તેનાથી પેટમાં ચરબી નથી બનતી. જો પેકેટવાળો સૂપ ખરીદી રહ્યા છો તો ધ્યાન આપો કે તેમાં સ્વીટ કે સૉરવાળું લેબલ લાગાલું ન હોય કારણ કે સ્વીટ સૉસ સ્વાસ્થ્ય માટે સારો નથી ગણાતો.

6. આજીનોમોટો - તમને જાણીને નવાઇ લાગશે કે ચીનમાં કોઇપણ પ્રકારની ડિશ બનાવવા માટે મીઠું નથી વપરાતું. ન તો તેને કોઇ ડિશમાં નાંખવાથી સ્વાદમાં કોઇ ફરક પડે છે. માટે ચાઇનીઝ ભોજન બનાવતી વખતે પોતાના કૂકને તેમાં આજીનોમોટો ન નાંખવાની સલાહ આપે છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

ગુજરાતી રસોઇ

news

માથાનો અને સાંધાનો દુ:ખાવો ભૂલી જશો જો પીશો આ ચા...

જે લોકોને સવારે-સાંજે ચા પીવાની ટેવ છે તેના માટે કાળી મરીની ચા કોઈ વરદાનથી ઓછું નથી. આ ચા ...

news

સ્ટ્રોબેરી બનાના શેક

સ્ટ્રોબેરી બનાના શેક - strawberry banana shake,

news

આ વિધિથી બનાવો સાંભર, સ્વાદ મળશે લાજવાબ

આ વિધિથી બનાવો સાંભર, સ્વાદ મળશે લાજવાબ

news

સાઉથ ઈંડિયન રેસીપી - રવા ઉત્તપમ

રવા ઉત્તપમ - સાઉથ ઈંડિયન પકવાન ખાવુ પસંદ કરો છો તો આજે અમે તમને રવાના ઉત્તપમ બનાવવાની સરળ ...

Widgets Magazine