Widgets Magazine
Widgets Magazine

આ રીતે બનાવો બજાર જેવા ટેસ્ટી સમોસા

ગુરુવાર, 22 ડિસેમ્બર 2016 (09:21 IST)

Widgets Magazine

 
સમોસાના સ્વાદનું રહસ્ય તેમાં ભરાયેલ મસાલામાં છિપાયેલુ છે. તમે પણ સમોસા બનાવી રહ્યા છો તો આ ટિપ્સ સાથે બનાવો ટેસ્ટી મસાલો. 
જરૂરી સામગ્રી - 4 બાફેલા બટાકા, અડધો કપ બાફેલા લીલા વટાણા, અડધી ચમચી જીરુ, અડધી ચમચી સુકાધાણાના બીજ, 2 ઝીણા સમારેલા લીલા મરચા,  એક ચમચી આદુનુ પેસ્ટ, અડધી ચમચી લાલ મરચુ, એક ચમચી આમચૂર, અડધી ચમચી ગરમ મસાસો, એક ચમચી ધાણાજીરુ, એક ચમચી વરિયાળી, ઝીણા સમારેલા ફુદીનાના પાન, ઝીણા સમારેલા લીલા ધાણા, સ્વાદમુજબ મીઠુ અને તળવા માટે તેલ. 
 
બનાવવા માટે ટિપ્સ - બાફેલા બટાકાને છોલીને મૈશ કરો.  ધીમા તાપ પર કઢાઈમાં તેલ ગરમ કરો તેમા જીરુ, સુકા ધાણાના બીજ, આદુ મરચાનું પેસ્ટ નાખીને ફ્રાઈ કરો. 
 
પછી કઢાઈમાં બાફેલા લીલા વટાણા, લાલ મરચુ પાવડર, ગરમ મસાલો, ધાણા જીરુ અને આમચૂર નાખીને મિક્સ કરીને 2 મિનિટ સુધી ફાઈ કરો. 
 
- વટાણા અને મસાલો સેક્યા પછી તેમા મસળેલા બટાકા અને મીઠુ નાખીને મિક્સ કરો. 
 
- હવે મસાલાને 3 થી 4 મિનિટ સુધી ધીમા તાપ પર થવા દો પછી ગેસ બંધ કરી દો. 
 
એક વાસણમાં મેંદો ચાળી લો પછી તેમા અજમો, ઘી અને થોડુ મીઠુ નાખીને સારી રીતે મિક્સ કરીને પાણીથી લોટ બાંધી લો. ત્યારબાદ લોટને 15-20 મિનિટ માટે એક ભીના કપડાથી ઢાંકીને મુકી દો. 
 
- હવે મેદાના લૂઆ બનાવીને તેને ગોલ વણીને પૂરી બનાવો ત્યારબાદ ચપ્પુથી પુરીને વચ્ચેથી બે ભાગમાં કાપી લો. અડધી પૂરીના ઉપરના ભાગમાં આંગળીઓ વડે પાણી લગાવો અને તેનો કોન બનાવી લો.  કોન બનાવ્યા પછી તેમા સમોસાનુ ભરાવન ભરો.  કિનારા પર પાણી લગાવીને કોન બંધ કરો.  એક કઢાઈમાં 3 મોટા ચમચા તેલ ગરમ કરો અને ધીમા તાપ પર સમોસાને હલકા બ્રાઉન થતા તળી લો.   ગરમા ગરમ સમોસા સર્વ કરો. 



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ટેસ્ટી સમોસા બજાર જેવો મસાલો ઈંડિયન રેસીપી ગુજરાતી રસોઈ ભોજન રસોઇ રસોઈ વ્યંજન પકવાન શાકાહારી માંસાહારી ફરાળી રેસીપી રેસિપી રસોડુ મીઠાઇ મિઠાઇ ફરસાણ નાસ્તો શાકભાજી સ્વાદિષ્ટ Recipes Gujarati Recipes Indian Food Gujarati Rasoi Cooking Tips Khana Khajana Gujarat Food Recipes Gujarati Recipes | Kitchen Tips Gujarati Recipes In Gujarati Collection Of Top Gujarati Recipes

Loading comments ...

ગુજરાતી રસોઇ

news

આવી રહ્યું છે ક્રિસમસ .. એવી રીતે બનાવો લાજવાબ કેક વાંચો 15 સરળ ટીપ્સ

ક્રિસમસ અને નવવર્ષ બસ આવી જ ગયું છે કોઈ પણ સેલિબ્રેશનના સમયે કેક ખાવાનું અને બનાવવાનું ...

news

ચટપટો નાસ્તો - મટર ચાટ

સ્નેક્સમાં કંઈક નવુ ટ્રાય કરવા માંગો છો તો બનાવો ચટપટી મટર ચાટ. આ ઋતુમાં તો આની મજા જ ...

news

આ ડિશ ખાવાથી ફટાફટ ઓછું થશે તમારા શરીરનો ફેટ

જો તમે પણ તમારા વધતા વજનથી પરેશાન થઈ રહ્યા છો અને તેને કંટ્રોલ કરવા ઈચ્છતા છો તો લીલી ...

news

રોસ્ટેડ બદામ

સૂકા મેવા ખાવામાં હેલ્દી હોવાની સાથે ખાવામાં પણ બહુ ટેસ્ટી હોય છે. આજે અમે તમને રોસ્ટેડ ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine