રેસીપી - ઘરમાં જ બનાવો હોટલ જેવી કાજુ કરી

સોમવાર, 4 જૂન 2018 (14:29 IST)

Widgets Magazine

 
તમે પનીરની તો અનેક ડિશ ટ્રાઈ કરી હશે. આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છે કાજુ કરીની ટેસ્ટી શાકભાજી. તેનો સ્વાદ પનીર બટર મસાલા શાકભાજીની ગ્રેવી જેવો જ છે.  આવો અમે તમને બતાવીએ છીએ કે કેવી રીતે આ સહેલી રેસીપીને ઘરે બનાવશો. 
kaju curry
સામગ્રી - ઘી 1 ટેબલસ્પૂન 
કાજૂ - 215 ગ્રામ (શાક માટે) 
તેલ - 40 મિલીલીટર 
ડુંગળી - 150 ગ્રામ (ગ્રેવી મસાલા માટે) 
આદુ લસણની પેસ્ટ - 1 ટી સ્પૂન 
ટામેટા - 290 ગ્રામ 
કાજૂ - 5 ગ્રામ (ગ્રેવી મસાલા માટે) 
તેલ - 2 ટીસ્પૂન 
જીરુ - 1 ટીસ્પૂન 
તજ - 1 ઈંચ 
તેજપાન - 1 
ડુંગળી - 95 ગ્રામ (શાક માટે) 
હળદર - 1/2 ટી સ્પૂન 
લાલ મરચુ - 1 ટીસ્પૂન 
ઘાણાજીરુ - 1/2 ટીસ્પૂન 
મીઠુ - 1 ટીસ્પૂન 
પાણી - 220 મિલીલીટર 
તાજુ ક્રીમ - 65 ગ્રામ 
ગરમ મસાલો - 1/2 ટીસ્પૂન 
સૂકા મેથીના પાન - 1 ટીસ્પૂન 
લીલા ધાણા - સજાવવા માટે 
 
બનાવવાની રીત - એક વાસણમાં 1 ટીસ્પૂન ઘી ગરમ કરીને 215 ગ્રામ કાજુ થોડા સોનેરી થતા સુધી સેકો અને તેને બાજુ પર મુકી દો. 
- બીજા વાસણમાં 40 મિલીલીટર તેલ ગરમ કરી 150 ગ્રામ ડુંગળી સારી રીતે સેકો 
- 1 ટીસ્પૂન આદુ લસણનું પેસ્ટ નાખીને 1-2 મિનિટ માટે પકવો 
- પછી 290 ગ્રામ ટામેટા નાખીને મુલાયમ થતા સુધી ફ્રાય કરો 
- હવે કાજુને આ મિશ્રણમાં મિક્સ કરો 
- આ મિશ્રણને બ્લેંડરમાં વાટીને એક બાજુ મુકી દો 
- એક બીજા વાસણમાં 2 ચમચી તેલ ગરમ કરો. 1 ટીસ્પૂન જીરુ નાખીને સારી રીતે મિક્સ કરો 
- 1 ઈંચ તજનો ટુકડો, 1 તેજપાન નાખીને સારી રીતે મિક્સ કરો 
- હવે 95 ગ્રામ ડુંગળી નાખીને તેને હળવી સોનેરી થતા સુધી સેકો 
- પછી તેમા બ્લેંડ કરેલુ મિશ્રણ નાખીને સારી રીતે મિક્સ કરો. 
- 1/2 ટીસ્પૂન હળદર નાખો 
- 1 ટીસ્પૂન લાલ મરચુ, 1/2 ટીસ્પૂન ધાણાજીરુ, 1 ટીસ્પૂન મીઠુ નાખો. 
- હવે 220 મિલીલીટર પાણી નાખો. 
- 65 ગ્રામ તાજુ ક્રીમ નાખો અને તેને સારી રીતે મિક્સ કરો 
- તેમા સેકેલા કાજુ નાખીને વધુ સારી રીતે મિક્સ  કરો 
- તેને ઢાકણથી ઢાંકીને 5 મિનિટ સુધી બફાવા દો. 
- 1/2 ટી સ્પૂન ગરમ મસાલો 1 ટીસ્પૂન સુકી મેથીના પાન નાખો અને સારી રીતે મિક્સ કરો. 
- 3-5 મિનિટ માટે સીઝવા દો. 
- ધાણાથી સજાવો અને ગરમા ગરમ રોટલી સાથે પીરસો.  Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
કાજુ કરી હોટલ જેવી જરાતી રસોઈ ભોજન રસોઇ રસોઈ વ્યંજન પકવાન શાકાહારી માંસાહારી ફરાળી રેસીપી રેસિપી રસોડુ મીઠાઇ મિઠાઇ ફરસાણ નાસ્તો શાકભાજી સ્વાદિષ્ટ Recipes Gujarati Recipes Indian Food Gujarati Rasoi Cooking Tips Khana Khajana Kaju Curry Recipe

Loading comments ...

ગુજરાતી રસોઇ

news

વેબદુનિયા રેસીપી- રીંગણાના ક્રિસ્પી ચટપટા ભજીયા

વેબદુનિયા રેસીપી- રીંગણાના ક્રિસ્પી ચટપટા ભજીયા

news

રેસીપી - મૈગો કસ્ટર્ડ બનાવો અને મેળવો આઈસ્ક્રીમ જેવો સ્વાદ

ગરમીની ઋતુ શરૂ થઈ ગઈ છે. આ ઋતુમાં દરેકને ગરમીથી રાહત મેળવવા માટે ઠંડી વસ્તુઓનુ સેવન કરવુ ...

news

ક્રિસ્પી પૂડી કેવી રીતે બનાવીએ

સામગ્રી - 200 ગ્રામ ઘઉંનો લોટ, અડધી ચમચી ખાંડ, મીઠું અને તેલ

news

ખસખસ ઈલાયચીની ઠંડાઈ

ખસખસ ઈલાયચીની ઠંડાઈ

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine