શનિવાર, 25 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: સોમવાર, 23 જુલાઈ 2018 (15:16 IST)

ટિફિનમાં બાળકોને આપો Pizza Sandwich

જો તમે ઈચ્છો છો કે તમારું બાળક શાળાથી ખાલી ટિફિન લઈને પરત આવે તો તેને દરેક વાર નવી નવી ડિશ બનાવીને આપો. આ વખતે તમે પિજ્જા સેંડવિચ બનાવી આપો. આ ખાવામાં ખૂબ ટેસ્ટી અને યમ્મી પણ છે અને સવારે બનાવવામાં પણ સમય નહી લાગશે. આવો જાણીએ તેને બનાવવાની વિધિ 
સામગ્રી 
બ્રેડ સ્લાઈસ-2 
પિજ્જા સૉસ- 4 ચમચી
ટમેટો સ્લાઈસ -4 
ઑલિવના ટુકડા6 
ડુંગળી સ્લાઈસ સ્વાદપ્રમાણે 
ચિલી ફ્લેક્સ 1/4 ટીસ્પૂન 
મિક્સડ હર્બ્સ 1/4 ટીસ્પૂન 
મોજેરેલી ચીજ 1/4 ટીસ્પૂન 
મોજેરેલી ચીજ 1 કપ 
માખણ 1 ટીસ્પૂન 
 
1. સૌથી પહેલા બ્રેડ સ્લાઈસ લઈને તેના પર પિજ્જા સૉસ લગાવો. 
2. પછી તેના પર ટૉમેટા સ્લઈસ ઓલિવના ટુકડા અને ડુંગળી સ્લાઈસ રાખો.
3. હવે તેના પર ચિલી ફ્લેક્સ મિક્સ હર્બસ અને મોજરેલા ચીજ છાંટવુ. 
4. બીજા બ્રેડ સ્લાઈસ પર પિજ્જા સોસ લગાવો અને તેનાથી સ્લાઈસ વાળા બ્રેડને કવર કરવું. 
5. તવા પર માખન ગર્મ કરીને સેંદવિચને બન્ને તરફથી હળવા બ્રાઉન શેકવું. 
6. પિજ્જા સેડવિચ બનીને તૈયાર છે. હવે તેને સર્વ કરવું.