સાંજની ચા સાથે બનાવો પનીર સેંડવિચ પકોડા

મંગળવાર, 10 એપ્રિલ 2018 (15:02 IST)

Widgets Magazine
paneer sandwitch pakora

પનીર નામ સાંભળતા જ મોઢામાંથી પાણી આવવા માંડે છે.  તેનાથી અનેક પ્રકારની ડિશ તૈયાર કરવામાં આવે છે.  આજે અમે તમને જે રેસીપી બતાવી રહ્યા છે તેનુ નામ છે પકોડા સેંડવિચ. આ ખાવામાં ખૂબ જ લાજવાબ અને બનાવવામાં ખૂબ સહેલી છે. આવો જાણીએ આને બનાવવાની વિધિ 
 
સામગ્રી - લાલ ચટણી માટે 
લાલ મરચુ - 15 ગ્રામ 
લસણ - 40 ગ્રામ 
મીઠુ 1/2 ટી સ્પૂન 
જીરુ - 1 ટી સ્પૂન 
 
(ફુદીના અને ધાણા ચટણી માટે) 
ફુદીના - 20 ગ્રામ 
ધાણા - 20 ગ્રામ 
લીલા મરચા - 6 થી 7 
ડુંગળી - 25ગ્રામ 
આદુ - 1 ટેબલસ્પૂન 
દાડમનો પાવડર - 1 ટેબલસ્પૂન 
મીઠુ - 1/2 ટી સ્પૂન 
પાણી - 2 ટેબલસ્પૂન 
 
(સૈંડવિચ પકોડા માટે) 
પનીર - 350 ગ્રામ 
બેસન - 150 ગ્રામ 
લાલ મરચુ - 1 ટી સ્પૂન 
ધાણા પાવડર - 1 ટીસ્પૂન 
અજમાના બીજ - 1 ટી સ્પૂન 
આદુ-લસણનુ પેસ્ટ - 1 ટેબલસ્પૂન 
આમચૂર - 1 ટીસ્પૂન 
મીઠુ - 1 ટીસ્પૂન 
મીઠુ - 1 ટી સ્પૂન 
પાણી - 250 મિ.લી. 
તેલ - તળવા માટે 
 
બનાવવાની રીત - 1. બ્લેંડરમાં 15 ગ્રામ લાલ મરચું, 40 ગ્રામ લસણ, 1/2 ટીસ્પૂન મીઠુ, 1 ટીસ્પૂન જીરુ નાખીને બ્લેંડ કરી લો અને એક બાજુ મુકી દો. 
 
2. હવે બ્લેંડરમાં 20 ગ્રામ ફુદીના, 20 ગ્રામ ધાણા, 6-7 લીલા મરચા, 25 ગ્રામ ડુંગળી, 1 ટેબલસ્પૂન આદુ, 1 ટેબલસ્પૂન દાડમનો પાવડર, 1/2 ટીસ્પૂન મીઠુ, 2 ટેબલસ્પૂન પાણી લઈને બ્લેંડ કરો અને બાઉલમાં કાઢીને એક બાજુ મુકી દો. 
 
(બાકીની તૈયારી) 
3. પનીરનો ટુકડો લો અને તેના પર લાલ મરચાનું પેસ્ટ લગાવો. 
4. હવે  બીજો પનીરનો ટુકડો લઈને તેના પર ધાણાનું પેસ્ટ લગાવો અને તેને લાલ મરચા પેસ્ટ લાગેલા ટુકડા પર મુકો. 
5. પછી તેના પર પનીરનો ટુકડો મુકીને તેને કવર કરો. 
6. ત્યારબાદ પકોડા માટે તેલ સિવાયની બધી સામગ્રી બાઉલ મિક્સ કરીને ખીરુ તૈયાર કરો. જ્યા સુધી ઘટ્ટ મિશ્રણ તૈયાર ન થાય. 
7. હવે તેમા તૈયાર કરવામાં આવેલ પનીરના ટુકડાને ડિપ કરો. 
8. કઢાઈમાં તેલ ગરમ કરીને પનીરને સોનેરી ગોલ્ડન અને ક્રિસ્પી થતા સુધી ફ્રાય કરો. 
9. એકસ્ટ્રા તેલ ડ્રેન કરવા માટે ફ્રાય પનીરને ટિશૂ પેપર પર કાઢો અને ટુકડામાં કાપી લો. 
10. પનીર સેંડવિચ પકોડા બનીને તૈયાર છે. હવે તેને કેચઅપ સૉસ સાથે પીરસો. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
પનીર સેંડવિચ પકોડા ગુજરાતી રસોઈ ભોજન રસોઇ રસોઈ વ્યંજન પકવાન શાકાહારી માંસાહારી ફરાળી રેસીપી રેસિપી રસોડુ મીઠાઇ મિઠાઇ ફરસાણ નાસ્તો શાકભાજી સ્વાદિષ્ટ Recipes Gujarati Recipes Indian Food Gujarati Rasoi Cooking Tips Khana Khajana Kitchen Tips Paneer Sandwich Pakora Gujarat Food Recipes Gujarati Recipes In Gujarati Collection Of Top Gujarati Recipes

Loading comments ...

ગુજરાતી રસોઇ

news

ગરમીમાં તરત રાહત આપવા બનાવીને પીવો લીંબૂ, ફુદીનાના શરબત, આ તમે ઓછા સમયમાં બનાવી શકો છો.

ગરમીમાં તરત રાહત આપબા બનાવીને પીવો લીંબૂ, ફુદીનાના શરબત, આ તમે ઓછા સમયમાં બનાવી શકો છો

news

આ રીતે બનાવો ટેસ્ટી અને સૉફ્ટ દહીં વડા

તમે ઘરે દહી વડા બનાવો છો પર આ હમેશા સૉફ્ટ અને ટેસ્ટી નહી બને છે તો આ ટિપ્સ ખૂબ કામ આવશે. ...

news

ગુજરાતી રેસીપી- ઑરેંજ ઑઈસ ટી

અત્યાર સુધી તમને ઑરેંજ એટલે કે સંતરાના ફળ રેતે કે તેનો જ્યૂસ કાઢીને તો ઘણી વાર પીધું હશે, ...

news

ગુજરાતી રેસીપી- મકાઈના ભજીયા

એક વાટકી મક્કા બે ત્રણ બટાકા બાફેલા 1 સમારેલી ડુંગળી

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine