સ્પેશ્યલ વાનગી - ટોમેટો પપ્પુ

Widgets Magazine


દેશમાં ઘણાં એવા રાજ્યો છે જ્યાંનું ભોજન બહુ સ્વાદિષ્ટ હોય છે. આવું જ એક રાજ્ય છે આંદ્ર, જ્યાંનું દરેક વ્યંજન બહુ સ્વાદિષ્ટ હોય છે. અહીં અમે તમને આંદ્રની સ્ટાઇલમાં દાળ બનાવતા શીખવીશું જેનું નામ છ ટોમેટો પપ્પૂ. આ રેસિપિમાં તુવેર દાળનું મિશ્રણ હોય છે પણ તમારી પાસે આ દાળ ન હોય તો તમે મનપસંદ કોઇપણ દાળ લઇ શકો છો. આ દાળ બનાવવામાં માત્ર 20 મિનિટ જ લાગે છે. તો ચાલો, શીખીએ આ દાળ બનાવવાની રીત...

tometo pappu


સામગ્રી -1 કપ તુવેરની દાળ, 1 કાપેલી ડુંગળી, 1 ઇંચનું આદું, 3 લીલા મરચાં, 2 કાપેલા ટામેટાં, 1/2 ચમચી હળદર, 2 ચમચી તેલ, સ્વાદ અનુસાર મીઠું, ગાર્નિશિંગ માટે કોથમીર.

વઘાર માટે - 2 લાલ મરચાં, 1 ચમચી સરસવ તેલ, 1 ચમચી જીરું, 4 કળી પીસેલું લસણ, 2 ચપટી હિંગ, ઘી.

બનાવવાની રીત... ધીમી આંચે દાળને પ્રેશર કુકરમાં 3 સીટી વાગે ત્યાંસુધી બાફો. કઢાઈમાં સરસવનું તેલ ગરમ કરો અને રાઈ નાંખી તુરંત હિંગ, પીસેલું લસણ અને સૂકાયેલા લાલ મરચાં નાંખો. જ્યારે આ વઘાર થઇ જાય ત્યારે તેમાં કાપેલી ડુંગળી નાંખો અને તે ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાંસુધી સાંતળો. પછી તેમાં આદું અને લીલા મરચાં નાંખો અને એક મિનિટ સુધી રાંધ્યા બાદ તેમાં કાપેલા ટામેટાં નાંખો. તેમાં થોડું મીઠું પણ નાંખો જેનાથી ટામેટાં જલ્દી ઓગળશે. હવે કઢાઈમાં ચપટી હળદર નાંખો અને 2થી 3 મિનિટ સુધી રાંધો. હવે કઢાઇમાં બાફેલી દાળ મિક્સ કરો અને સાથે એક કપ પાણી પણ. આ મિશ્રણને પાંચથી દસ મિનિટ માટે ઉકળવા દો. તૈયાર છે આપણી દાળ. હવે તેની ઉપર ઘણું બધું ઘી રેડો અને કાપેલી કોથમીરથી ગાર્નિશ કરી ભાત સાથે ગરમાગરમ સર્વ કરો.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

ગુજરાતી રસોઇ

news

Moongfali Chikki - સીંગદાણાની ચિક્કી

સામગ્રી - સીંગદાણા 250 ગ્રામ, 250 ગ્રામ ગોળ, ઘી બે મોટી ચમચી, 5-6 વાટેલી ઈલાયચી. રીત ...

news

ઉત્તરાયણ સ્પેશયલ - તલ-ખજૂરના લાડુ

સામગ્રી - 250 ગ્રામ તલ સેકેલા અને અધકચરા વાટેલા, 500 ગ્રામ ખજૂર ધોઈને વાટેલી, 1 કપ ...

news

Recipe- વગર ઈંડાનો આમલેટ Omelette without egg

આ આમલેટ પણ ઈંદાની જેમ જ જોવાય છે અને ખાવામાં પણ તેમજ હોય છે. તેને તમે ફટાફટ બનાવી શકો છો. ...

news

ફ્રાઈડ મગદાળની ઈડલી

તમે ભાતની ઈડલી અને રવાની ઈડલી તો હમેશા બનાવતા હશો પણ અત્યાર સુધી ટ્રાઈ નહી કરી છે તો ...

Widgets Magazine