એસિડિટીથી પરેશાન છો તો અપનાવો આ અસરદાર ઘરેલુ ઉપાયો

શુક્રવાર, 13 એપ્રિલ 2018 (15:05 IST)

Widgets Magazine
acdt gas

ખોટા ખાન-પાન અને ભાગદોડ ભરી જીંદગીને કારણે મોટાભાગના લોકોને એસિડીટીની સમસ્યાનો સામનો કરવો પડે છે.  એસિડીટી થવાના અનેક કારણ હોઈ શકે છે જેવા કે સમય પર ન ખાવુ, મોડી રાત સુધી જાગવુ, મસાલેદાર વસ્તુનુ સેવન કરવુ વગેરે. આ સમસ્યાથી રાહત મેળવવા માટે લોકો અનેક દવાઓનો સહારો લે છે. પણ તેનો વધુ ફાયદો નથી મળતો. કેટલાક ઘરેલુ ઉપાયો અપનવીને પણ એસીડિટીને દૂર કરી શકાય છે.  આજે અમે તમને એસીડિટી દૂર કરવા માટે કેટલાક અસરદર ઘરેલુ ઉપાય બતાવીશુ. 
 
1. કાચુ દૂધ - જે લોકોને એસિડીટીની સમસ્યા રહે છે તેમણે રોજ કાચા દૂધનુ સેવન કરવુ જોઈએ. દૂધમાં મોટી માત્રામાં કેલ્શિયમ હોય છે જે એસિડિટીની સમસ્યાને ખતમ કરે છે. 
 
2. તુલસી - સવાર સવારે ખાલી પેટ તુલસીના પાન ચાવવાથી એસિડીટી કંટ્રોલમાં રહે છે. તુલસીમાં એસિડિટીને ખતમ કરવાના ગુણ જોવા મળે છે.  રોજ તેનુ સેવન કરવાથી થોડાક જ દિવસમાં એસિડીટીની સમસ્યા દૂર થાય છે. 
 
3. કેળા - કેળામાં પૌટેશિયમ અને ફાઈબર જોવા મળે છે. જે પેટમાં એસિડ બનવા દેતુ નથી. જો તમને પણ એસીડિટીની સમસ્યા રહે છે તો રોજ સવારે કેળા ખાવ. 
 
4. સફરજન સિરકા - 2 મોટી ચમચી સફરજન સિરકાને ઠંડુ પાણી મિક્સ કરીને પીવો. તેનાથી પાચન ક્રિયા સારી રહે છે અને એસિડીટી થતી નથી. 
 
5. વરિયાળી - વરિયાળીમાં એંટી અલ્સર ગુણ હોય છે જે કબજિયાત અને એસિડીટીની સમસ્યાથી રાહત અપાવે છે.  જ્યારે પણ તમને એસીડીટી લાગે તો વરિયાળી ખાઈ લો. જો તમે ચાહો તો વરિયાળીનુ પાણી પણ પી શકો છો. 
 
6. ફુદીનાની ચા - ફુદીનો એસીડીટીની સમસ્યા દૂર કરવા માટે કારગર ઉપાય છે. એસિડીટીથી છુટકારો મેળવવા માટે જમ્યા પછી એક  કપ ફુદીનાની ચા પીવો. 
 
7. ઈલાયચી - ઈલાયચી ખાવાથી એસીડીટી અને કબજિયાતની સમસ્યા દૂર થાય છે. 2 ઈલાયચી લો તેને 1 ગ્લાસ પાણીમાં નાખીને ઉકાળી લો. જ્યારે પાણી ઠંડુ થઈ જાય તો તેને પી લો. તેને પીવાથી તરત જ એસીડીટીથી રાહત મળશે. 
 
8. મેથી દાણા - એસિડીટીથી છુટકારો મેળવવા માટે મેથીના દાણાનો ઉપયોગ કરો. 1 ચમચી મેથીના દાણાને આખી રાત 1 ગ્લાસ પાણીમાં પલાળીને મુકી દો. સવારે ઉઠીને તેને ગાળીને પીવો. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
એસિડિટી ઘરેલુ ઉપાયો સમય પર ન ખાવુ મોડી રાત સુધી જાગવુ મસાલેદાર વસ્તુનુ સેવન કરવુ કાચુ દૂધ એસિડીટી કંટ્રોલ ઘરેલુ ઉપચાર ઘરના નુસખા ઘરગથ્થું ઇલાજ દાદામાનું વૈદ્યું રોગનો ઇલાજ રસોડામાં Banana Tulsi Ayurveda Homeopathy Meditation Naturopathy Gharelu Upchar Gharelu Nuskhe Fitness Tips Health Tips Health News Gharelu Ilaz Health Advice Fitness Advice Acdt Remedies Raw Milk Acdt Problem Home Remedies Home Treatment Tips Troubling With Acidity Advice On Health Problems

Loading comments ...

આરોગ્ય

news

ડ્રિંક કરતા પહેલા જરૂર ખાવી આ વસ્તુ, હેંગઓવર નહી થાય

બહાર ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ એટિકેટસ જાણવું તમાર માટે બહુ જ જરૂરી છે. દારો આમ તો ...

news

આરોગ્યથી સંકળાયેલી નાની-નાની પરેશાનીના ઉકેલ છે તમારા રસોડામાં

જો તમારી આરોગ્યથી સંકળાયેલી નાની-નાની પરેશાની થતી રહે છે તો અજમાવો આ ટિપ્સ, થશે સમાધાન

news

લગ્ન પછી આ વાતને લઈને છોકરીઓ કરતા છોકરાઓ રહે છે વધુ પરેશાન

છોકરો હોય કે છોકરી દરેકના મનમાં પોતાના પાર્ટનરને લઈને અનેક સપના હોય છે. લગ્ન પછી દરેક ...

news

ગુજરાત સરકારે મેલેરિયાની આ બે દવા પર ફરમાવ્યો પ્રતિબંધ

ગુજરાત સરકારે મેલેરીયાના દર્દીની સારવારમાં ઉપયોગમાં લેવાતી બે દવા પર પ્રતિબંધ ફરમાવ્યો ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine