Widgets Magazine

શિયાળામાં ભરપૂર ખાવ મેથી - મેથીના આ 10 ફાયદા વિશે તમે નહી જાણતા હોય

ગુરુવાર, 22 ડિસેમ્બર 2016 (12:21 IST)

Widgets Magazine
methi fenugreek

મેથી(શાકભાજી) કે મેથી દાણા આ ભારતીય રસોડામાં જોવા મળનારુ એક ખૂબ જ મહત્વપૂર્ણ ખાદ્ય પદાર્થ છે. પણ કદાચ તમને એ જાણીને ખૂબ જ આશ્ચર્ય થશે કે મેથી ઔષધીય ગુણોથી ભરપૂર છે. અને આ આપણા શારીરિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક પણ છે. ભલે આ મેથીના દાણા નાના હોય પણ પાકૃતિક રૂપમાં તેમા અગણિત સ્વાસ્થ્ય લાભના ગુણ જોવા મળે છે. 
 
મેથીના દાણા અને મેથીના બીજ ખૂબ જ સહેલાઈથી મળી રહે છે અને તેમા જોવા મળનારા સ્વાસ્થ્ય ગુણોને કારણે ભારતીય રસોડામાં તેનો ઉપયોગ ખૂબ મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. આખા વિશ્વમાં ભારતમાં મેથીનુ ઉત્પાદન સૌથી વધુ કરવામાં આવે છે. મેથીની ભાજીમાંથી આપણે વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ વ્યંજનો બનાવી શકીએ છીએ.  મેથીના થેપલા બનાવવાનુ પ્રચલન વર્ષોથી ચાલી રહ્યુ છે. મેથીના થેપલા ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને લોકો તેને ખૂબ પ્રેમથી ખાય છે. મેથીની ભાજીમાં Iron, કેલ્શિયમ, ફાસ્ફોરસ અને પ્રોટીન, વિટામિન K અત્યાધિક માત્રામાં જોવા મળે છે. 
 
આવો જોઈએ કે મેથી દાણા અને મેથીની ભાજી ખાવાથી આપણને કયા પ્રકારના સ્વાસ્થ્ય લાભ થઈ શકે છે. 
 
1. ડાયાબિટીસથી મુક્તિ - ડાયાબીટીસથી પીડિત લોકો માટે મેથી ખાવી એક સર્વશ્રેષ્ઠ પ્રાકૃતિક ઉપય છે. મેથીના દાણામાં એક પ્રકારના પ્રાકૃતિક Galactomannnan નામનુ તત્વ જોવા મળે છે. જે શરીરમાં રહેલ શુગરની માત્રાને ઓછુ કરવામાં ખૂબ જ લાભદાયક છે. 
 
2. હ્રદય રહે સ્વસ્થ - મેથી દાણાને નિયમિત રૂપે ખાવાથી આપણા શરીરમાં Bad cholesterolની માત્રા ઓછી થવા માંડે છે. જેનાથી આપણા શરીરમાં હ્રદયરોગથી સંબંધિત થનારી બીમારીઓની શક્યતા પણ ઓછી થવા માંડે છે. મેથીના દાણામાં electrolyte પોટેશિયમ અત્યાધિક માત્રામાં જોવા મળે છે જેને કારણે આપણા હ્રદયની ગતિ અને બીપી નિયંત્રણમાં રહે છે. 
 
3. વાળ માટે છે અમૃત - તાજા મેથીના દાણાને નારિયળના દૂધમાં પલાળીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને વાળની ત્વચા પર લગાવવાથી

- વાળ ખરવા.. વાળ ઉતરવા ઓછા થાય છે. 
- વાળની વૃદ્ધિ થવામા મદદ મળે છે. 
- વાળનો પ્રાકૃતિક રંગ કાયમ રહે છે અને વાળ સફેદ થતા નથી 
- વાળ રેશમી અને મુલાયમ થવા માંડે છે. 
- વાળમાં ખોળાની સમસ્યા દૂર થવ માંડે છે. 
 
4. ત્વચા નિખારવામાં મદદરૂપ - મેથીના તાજા પાન અને હળદરના પેસ્ટ્ને ચેહરા પર લગાવવાથી ચેહરાની ત્વચા પરથી ખીલ ફોલ્લીઓ અને કાળા ધબ્બા દૂર થવામાં મદદ મળે છે. અને ત્વચા સાફસુથરી થવા માંડે છે. 
 
5. પાચન ક્રિયા ઠીક રહે છે - મેથીના દાણાને ખાવાથી પેટ સંબંધિત બધી સમસ્યાઓ દૂર થવા માંડે છે. મેથી ખાવાથે શારીરિક પાચનશક્તિને પ્રોત્સાહન મળે છે અને અપચન, કબજિયાત વગેરે જેવી શારીરિક તકલીફો દૂર થાય છે. મેથીના દાણા ખાવાથી આપણા શરીરમાં જોવા મળનારા વિવિધ પ્રકારના ઝેરીલા હાનિકારક રાસાયણિક પદાર્થોને બહાર નીકળવામાં ખૂબ મદદ મળે છે અને આપણી પાચનશક્તિનો યોગ્ય રૂપે વિકાસ થાય છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

રોજ કરો ત્રણ મિનિટ પેટની માલિશ... મળશે આ 5 ફાયદા

એવુ કહેવાય છે કે બધી બીમારીઓ પેટમાંથી થઈને જ આવે છે. જો પેટ જ સ્વસ્થ ન હોય તો શરીર કેવી ...

news

તમે હળદરનું દૂધ પીતા હોય તો જરૂર વાંચો..

હળદર એક એવો મસાલો છે જ એ દરેકના રસોડામાં જોવા મળે છે. આ ઉપરાંત તેનો પ્રયોગ ઔષધીયના રૂપમાં ...

news

રોજ જરૂર ખાવ પલાળેલા બદામ, મળશે આ 5 ફાયદા

શરદીની ઋતુમાં બદામ ખાવાના અનેક ફાયદા થાય છે. તેનાથી યાદગીરી વધે છે સાથે જ તેમા જોવા ...

news

દાદીમાની પોટલી - રોજ ખાવ ઈલાયચી નહી થાય કોઈ પરેશાની

ભારતીય ખોરાક મસાલેદાર હોવાને કારણે દુનિયાભરમાં જાણીતો છે. જેમા અનેક મસાલાનો ઉપયોગ કરવામાં ...