Home Remedies - માઈગ્રેનથી બચવાના ઉપાયો

શનિવાર, 17 ફેબ્રુઆરી 2018 (12:20 IST)

Widgets Magazine

કામ કે બીજી કોઈ તકલીફના કારણે તમારા માથાનો દુઃખાવો રહે છે.માથાનો દુખાવોના કારણે  કામ નહી કરી શકો કે કામ ભૂલી જાઓ છો તો આ તમારા માટે ખતરાની ઘંટી છે.  કારણ કે આ દુ:ખાવો જેવા ગંભીર રોગોને જન્મ આપે છે. આથી જ્યારે આવું થાય તો ડાકટરી તપાસ કરાવી લેવી જોઈએ. કેટલાક લોકો માથાના દુ:ખાવાને સામાન્ય સમજી  પેઇન કિલરનું સેવન કરે છે . પણ આ ગોળીઓ માથાનો દુખાવો અને માઈગ્રેનની સમસ્યાથી છુટકારો આપવાની બદલે સમસ્યાને જટિલ બનાવે છે. 
 
શું કાળજી રાખો?
 
શક્ય હોય ત્યાં સુધી,ડૉક્ટરની સલાહ વગર પેઈનકિલર લેશો નહી અને ન તો તેનો ઓવરડોઝ લો. ડોકટરોની સલાહ મુજબ જ માઈગ્રેનના દુ:ખાવાની  દવાનો ઉપયોગ કરવો. પેનકિલર્સ જ્યારે અત્યંત જરૂરી હોય ત્યારે જ લો. થોડા દુ:ખાવામાં મેડિસન લેવાની ટેવ છોડી દો. પેનકિલરના બદલે મલમ, સ્પ્રે કે જૈલથી પણ દુ:ખાવામાં રાહત મળે છે.
 
માઈગ્રેનના કારણ : માઈગ્રેનના ઘણા કારણો છે , જેમ તણાવ ,પૂરતી ઊંઘ,આંતરસ્ત્રાવીય બદલાવો,વધારે લાઈટ,તેજસ્વી સૂર્યપ્રકાશ, કબજિયાત, દવાઓ, નશીલી દવાઓ કે ખોરાક, હવામાન ફેરફાર, કોફી, તૈયાર ખોરાક અને ચોકલેટનો વધુ પડતા સેવન વગેરે .
માઈગ્રેન નિવારણ
 
- આંખ પર દબાણ નાખે એવા કાર્ય ન કરવા જેમ કે સતત વાંચવુ, ટીવી જોવી, વીડિયો ગેમ્સ, કમ્પ્યુટર પર કામ કરવુ વગેરે.
 
- લાંબા સમય સુધી ભૂખ્યા નહી રહેવું. સવારે સમયસર નાસ્તો લો.
 
- વધારે નહી ખાવું. ભારે ભોજન કે ફાસ્ટ ફૂડ ટાળો.
 
- માંસાહારી ખોરાક ઘટાડો. દૂધ અને દૂધથી બનેલી વસ્તુઓનો ઉપયોગ ઘટાડો.
 
- દારૂ, સિગારેટ, પાન મસાલાનો ઉપયોગ બંધ કરો. કોઈપણ નશીલી વસ્તુ ન લો.
migraine
- વધુ ચોકલેટ,કે ચિગમ  નહિં ખાવી.
 
- ટી,કાફીનો પ્રયોગ ઓછો કરવો.
 
- આહારમાં મરચાં-મસાલા ઓછા કરો. 
 
- પૌષ્ટિક આહાર લો જેમાં ફળો અને લીલા શાકભાજી પર ભાર મૂકો . 
 
- સૌથી વધુ અગત્યનું ચિંતાઓમાંથી દૂર રહેવાનો પ્રયાસ કરો.
 
- સીધો સૂર્યપ્રકાશ અને ઠંડીથી બચો. 
 
- મન શાંત કરવા માટે કસરત અને ધ્યાન કરો.
 
- માખણ અને ખાંડ(મિશ્રી)સાથે ખાવું .
 
- કપાળ પર વાટેલા લીંબુના છાલની પેસ્ટ લગાવવી.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

પથરી દૂર કરવા અને આરોગ્ય માટે જાણો અજમાના 10 ફાયદા

ભારતીય ભોજનમાં અન્ય મસાલાઓની સાથે અજમાનો પ્રયોગ પણ લાભકારી છે. પકોડાથી લઈને બેકરીના ...

news

શું સાબૂદાણા સાચે ફળાહારી છે કે પછી માંસાહારી?

સાબૂદાણાનો ઉપયોગ મક્કમતાપૂર્વક ફળાહારી રીતે વ્રત ઉપવાસમાં કરાય છે. પણ સાબૂદાણા બનાવવાની ...

news

આ 5 નુકસાનને વાંચ્યા પછી, તમે X વિડિઓઝ જોવાનું બંધ કરશો

આ 5 નુકસાનને વાંચ્યા પછી, તમે X વિડિઓઝ જોવાનું બંધ કરશો

news

જાણો પ્લાસ્ટિકની બૉટલમાં પાણી પીવાના 5 નુકશાન

પ્લાસ્ટિકની બોટલાંથી પાણી પીવું કેન્સરનું કારણ બની શકે છે. જ્યારે પ્લાસ્ટિક બોટલ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine