મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Modified: બુધવાર, 8 નવેમ્બર 2017 (16:15 IST)

કમજોર હાડકાંને Strong બનાવશે આ આહાર... આજથી જ શરૂ કરી દો

શિયાળામાં ઘણા લોકોને ઘૂંટણમાં દુખાવાની સમસ્યા રહે છે. જ્યારે હાડકા કમજોર થઈ જાય છે .. ત્યારે તેમા વારેઘડીએ દુખાવો રહે છે. જો તમે પણ શિયાળામાં આ પ્રકારની પરેશાનીમાંથી પસાર થઈ રહ્યા છો તો તમારા ખાન-પાનમાં થોડો ફેરફાર લાવો. તેનાથી ખૂબ ફાયદો થશે.  તમારા ખોરાકમાં એવી વસ્તુઓનો સમાવેશ કરો જે હાડકાને મજબૂત બનાવી રાખે.  અમે તમને આજે એવ કેટલાક આહાર વિશે બતાવીશુ જેને શિયાળામાં ખાવા લાભકારી હોઈ શકે છે. 
 
- પનીરમાં વિટામિન D હોય છે. જેને ખાવાથી હાડકાં મજબૂત રહે છે. ધ્યાન રાખો કે પનીરને વધુ તેલમાં ન તળો.. આ ઉપરાંત પનીરને ગ્રિલ્ડ કરીને પણ ખાઈ શકાય છે. 
- દૂધમાં વિટામિન D હોય છે જેને ડ્રાઈ ફ્રૂટ્સમાં મિક્સ કરીને પીવો..  તેનાથી સાંધા સાથે જોડાયેલ પ્રોબ્લેમ દૂર થશે. 
- સંતરાના રસમાં પણ વિટામિન D રહેલુ હોય છે. પણ ધ્યાન રાખો કે જ્યુસમાં ખાંડ વધારે ન હોય. 
- ફિશમાં પણ વિટામિન રહેલા હોય છે. તેને ખાવાથી હાડકાની સમસ્યા દૂર રહે છે. 
- ઈંડા પણ તમારે માટે ખૂબ લાભકારી સાબિત થશે.  તેથી રોજ એક ઈંડાનુ સેવન જરૂર કરો.. ઈંડાને તમે બાફીને કે પછી આમલેટ બનાવીને ગમે તે રીતે ખાઈ શકો છો. 
- મશરૂમમાં પણ વિટામિન્સ રહેલા હોય છે. વધતી વયના લોકો માટે મશરૂમ ખૂબ લાભકારી છે.  તેને તમે શાકભાજી કે અન્ય કોઈ પણ રીતે ખાઈ શકો છો. 
- કોડ લિવર તેલમાં વિટામિન D રહેલુ હોય છે. તેને રોજ એક ચમચી ખાવ અને તમને તેની કેપ્સૂલ પણ મળી જશે.  જેને તમે ખાઈ શકો છો.  
- દહી પણ હાડકા માટે ખૂબ લાભકારી છે. દહીમાં ખાંડ નાખવાને બદલે તેમા જીરૂ કે નમક મિક્સ કરીને ખાવ...