શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

શિયાળાનો મેવો ખજૂર

ખજૂર ઠંડીમાં સમગ્ર ભારતમાં સહેલાઈથી મલી જાય છે. આનુ વૃક્ષ 30 થી 40 ફુટ લાંબુ, 3 ફીટ પહોળુ આછુ લીલા રંગનુ અને આના પાન 10થી 15 ફુટ લાંબા હોય છે. આ 1 થી દોઢ ઈંચ લાંબા, અંડાકાર અને ઘાટા લાલ રંગના ફળના ફળ હોય છ. ખજૂરના અંદરની બી ખૂબ જ કડક હોય છે. 

આ કાર્યમા પણ મદદરૂપ

લિવર : યકૃતના કાર્ય માટે જરૂરી પાચક રસને વધારવામાં મદદ કરે છે.
કબજિયાત : ફાઈબરનુ પ્રમાણ વધુ હોવાથી કબજિયાત દૂર કરે છે.
વજન વધારવામાં : કાર્બોહાઈડ્રેડ અને કેલોરીની માત્રા વધુ હોવાને કારણે વજન વધારવામાં મદદરૂપ.
તંત્રિકા તંત્ર - ખાંડની માત્રા વધુ હોવાથી મગજની ક્રિયાઓની ક્ષમતા વધારવામાં સહાયક
મિનરલ : આયરન અને કેલ્શિયમની વધુ માત્રા હોવાને કારણે શરીરમાં લોહી વધારવામાં અને હાડકાંની મજબૂતીમાં મદદરૂપ.

અન્ય લાભ
- થાક અને ચક્કર દૂર કરે છે.
- શરીરમાં લોહી સંચારની ક્રિયામાં મજબૂતી પ્રદાન કરે છે. સંક્રામક રોગ, જેવી કે શરદી, ખાંસી અને તાવમાં બચાવ.

પોષક તત્વોની માત્રા

પ્રોટીન - 1.2 ટકા
ફેટી એસિડ - 0.4 ટકા
કાર્બોઝ - 85 ટકા
મિનરલ - 1.7 ટકા
કેલ્શિયમ - 0.022 ટકા
પોટેશિયમ - 0.32 ટકા
કેલોરી - 317