IPLના ઈતિહાસમાં સૌથી ધીમી 100 રન માટે વિરાટને અભિનંદન', પાકિસ્તાની ખેલાડીએ કિંગ કોહલી પર કટાક્ષ કર્યો  
                                       
                  
                  				  રાજસ્થાન રોયલ્સે આરસીબીને 6 વિકેટે હરાવ્યું
	વિરાટ કોહલીએ 72 બોલમાં 113 રનની ઇનિંગ રમી હતી.
				  										
							
																							
									  
	જુનૈદ ખાને ટ્વિટ કરીને વિરાટ કોહલી પર નિશાન સાધ્યું હતું. 
	 
	IPL 2024 ની 19મી મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી હતી. વિરાટે તેની સદી 67 બોલમાં પૂરી કરી અને અંત સુધી અણનમ રહ્યો, તેણે 72 બોલમાં 113 રન બનાવ્યા. આ સદી છતાં આરસીબીને હારનો સામનો કરવો પડ્યો હતો.