1. ગુજરાતી ન્યુઝ
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: બુધવાર, 26 એપ્રિલ 2023 (13:09 IST)

WhatsApp New Feature : હવે 1 સાથે 4 ફોનમાં ચાલશે વોટ્સએપ જાણો કેવી રીતે

- હવે 1 સાથે 4 ફોનમાં ચાલશે
- યુઝર્સ ઘણા સમયથી આ ફીચરની માંગ કરી રહ્યા હતા
- આપમેળે લોગ આઉટ કરીશું.
 
WhatsApp હવે 1 સાથે 4 ફોનમાં ચાલશે - વ્હાટસએપએ એવો ફીચર આવ્યુ છે, જે અંતર્ગત તેના યુઝર્સ એક સાથે અનેક ફોન પર એક એકાઉન્ટ ચલાવી શકશે. મેટા-માલિકીના પ્લેટફોર્મે જણાવ્યું હતું કે આ સુવિધા વૈશ્વિક સ્તરે શરૂ થઈ ગઈ છે અને થોડા અઠવાડિયામાં દરેક માટે ઉપલબ્ધ થશે.
 
મંચએ કહ્યુ કે આજે અમે એક વ્હાટસએપ ખાતાને ઘણા ફોન પર એક સાથે ચલાવવાની સુવિધા આપી રહ્યા છે. 
યુઝર્સ ઘણા સમયથી આ ફીચરની માંગ કરી રહ્યા હતા. આનાથી તેઓ તેમના ફોનમાં ચાર જેટલા વધારાના ઉપકરણો ઉમેરી શકશે, જેમ તમે વેબ બ્રાઉઝર, ટેબ્લેટ અને ડેસ્કટોપ પર WhatsApp ઉમેરો છો.
 
વોટ્સએપે એક નિવેદનમાં કહ્યું છે કે જો તમારું ઓરિજિનલ ડિવાઈસ લાંબા સમયથી નિષ્ક્રિય છે, તો અમે તમને અન્ય તમામ ડિવાઈસ પર વોટ્સએપમાંથી આપમેળે લોગ આઉટ કરીશું.