March Astro 2018 - આ 1 રાશિમાં રાહુનો પ્રવેશ, જાણો કેવો રહેશે આ મહિનો તમારા માટે

બુધવાર, 28 ફેબ્રુઆરી 2018 (16:14 IST)

મુજબ માર્ચ મહિનામા બધી રાશિઓના જાતકો મા/ટે ખાસ  પરિવર્ત્ન લાવી રહ્યો છે. જ્યોતિષ મુજબ માર્ચ મહિનામાં ગુરૂ બૃહસ્પતિનુ દરે રાશિમાં ભ્રમણ થશે. જે કારણે કેટલીક રાશિયો એવી છે જેની સાથે સંબંધ રાખનારા જાતકો માટે ખૂબ જ ખાસ હશે. 
 
આ ઉપરાંત 1 રાશિ એવી છે જેમા રાહુનુ પણ ભ્રમણ થશે જેને કારણે તેમનુ વૈવાહિક જીવન પરેશાનીઓથી ભરેલુ રહેશે. 
 
મેષ રાશિ - મેષ રાશિના જાતકો માટે માર્ચ મહિનાનું દામ્પત્ય જીવન ખૂબ ખાસ છે. સાથે જ આ ઉપરાંત તેમની રાશિમાં દેવ ગુરૂ બૃહસ્પતિનુ ભ્રમણ સાતમાં ભાવમાં રહેશે. જેનાથી તેમનુ દામ્પત્ય જીવન અત્યંત સુખમય રહેશે. પતિ પત્નીના સંબંધોમાં મધુરતા આવશે. પ્રેમ પ્રસંગોની પ્રબળ શક્યતા છે. ગુરૂની વિશેષ કૃપાથી તમારી એ બધી ઈચ્છાઓ પૂરી થશે જેની કામના કરો છો. જીવનસાથી સાથે કોઈ લાંબી યાત્રા પર જવાના યોગ છે. પણ આ બધુ છતા તમારી માનસિક ભાવનાઓ પર નિયંત્રણ રાખવાની જરૂર છે. 
 
વૃષભ - બૃહસ્પતિનુ ભ્રમણ તમારી રાશિના છઠ્ઠા ભાવમાં થઈ રહ્યુ છે જે અત્યંત શુભ છે. પરણેલા જોડા માટે માર્ચનો મહિનો ખૂબ જ સુખપૂર્વક વીતશે. જીવનસાથી તરફથી અપૂર્વ આનંદ પ્રાપ્ત થશે.  માર્ચ મહિનામાં પરસ્પર સંબંધોમાં પ્રેમ વધવાની શક્યતા છે.  આ ઉપરાંત જીવનસાથી સાથે કોઈને કોઈ વાતને લઈને રિસાવવુ અને મનાવવુ ચાલતુ રહેશે. લગ્ન પછી ગુપ્ત સંબંધોની પોલ ખુઅવાને કારણે પરેશાનીમાં પડી શકો છો. 
 
મિથુન - મિથુન રાશિ સાથે સંબંધ રાખનારા વિવાહિત જાતક પોતાના પતિ કે પત્ની સાથે અન્યાયની સમસ્યાઓનો સામનો કરી શકે છે. પણ થોડા સમય પછી તમારી સ્થિતિ સારી થશે. માર્ચ મહિનામાં ગુરૂ તમારી રાશિના 5માં ભાવમાં પ્રવેશ કરશે. જેનાથી તમને જીવનસાથી તરફથી અત્યંત ખુશી મળશે. 
 
સાથે જ જીવનસાથી સાથે તમારા સંબંધો સારા રહેશે. આ ઉપરાંત તમારી રાશિ પર શનિની દ્રષ્ટિ હોવાથી જીવનસાથી સાથે મતભેદ પણ થઈ શકે છે. તેથી તમને માર્ચ મહિનામાં તમારા જીવનસાથી સાથે મધુર સંબંધ બનાવી રાખવા પડશે.  નહિ તો સંબંધોમાં દરારની સ્થિતિ આવી શકે છે. 

કર્ક - માર્ચ મહિનામાં ગુરૂ પોતાની રાશિના ચોથા ભાવમાં પ્રવેશ કરશે. જે કારણે તમને પ્રેમ સંબધોમાં અત્યાધિક સફળતા મળશે.  પહેલાથી વૈવાહિક સંબંધો સાથે જોડાયેલા કેટલાક પારિવારિક કષ્ટ સહન કરવા પડશે. 
 
અવિવાહિત માટે વિવાહના યોગ છે. પ્રેમ વિવાહના પણ યોગ બની રહ્યા છે. સંતાનની કોશિશ કરનારા કપલને થોડીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. 
 
સિંહ - ગુરૂ તમારી રાશિના ત્રીજા સ્થાન પર રહેશે. તેથી માર્ચ મહિનો તમારા વૈવાહિક જીવન માટે સંઘર્ષથી ભરેલો રહેશે. આ જ થઈ શકે છે કે તમારા પારિવારિક ક્લેશનો સામનો પણ કરવો પડે. પારિવારિક વાતાવરણ અનુકૂળ નહી રહે. 
 
જો કે તમને થોડા સમય પછી તમારી સ્થિતિ સારી થતી દેખાશે. અવિવાહિત લોકોને લગ્નમાં વિલંબ થવાની શક્યતા છે.  પ્રેમ સંબંધોમાં સાવધાની રાખવાની જરૂર છે. નહી તો પ્રયાસ વ્યર્થ જશે. 
કન્યા - કન્યા રાશિના જાતકો માટે માર્ચ મહિનો વૈવાહિક જીવનની દ્રષ્ટિથી કંઈક ખાસ નથી. આ મહિનો તમારા જીવનસાથી સાથે સમજી વિચારીને કોઈપણ વાત કરવી જોઈએ. નહી તો એવુ પણ બની શકે કે તમને કોઈ મોટી સમસ્યામાં નાખી દે.  તમારે તમારા પ્રેમી/પ્રેમિકા પ્રત્યે શાંત ભાવથી વાતચીત કરવી જોઈએ.  ગુરૂ  તમારી રાશિના બીજા ભાવમાં પ્રવેશ કરશે. જે કારણે તમારા પ્રેમ સંબંધોમાં સફળતા અપાવશે.  
 
તુલા - ગુરૂ તમારી રાશિના 7માં ભાવમાં ભ્રમણ કરશે. તેથી વિવાહિત જીવનમાં તમને શાંતિ અને સદ્દભાવ પ્રાપ્ત થશે.  આ મહિનામાં તમારા પ્રેમ સંબંધોમા પણ સફળતા મળશે. સાથે જ નવા સંબંધ પણ સ્થાપિત થશે.  કુંવારા માટે લગ્નના યોગ બની રહ્યા છે. 
 
વૃશ્ચિક - માર્ચ મહિનો વૃશ્ચિક રાશિ માટે છે.  આ રાશિ સાથે સંબંધ રાખનારી કન્યાઓ માટે ગર્ભાવસ્થાની શક્યતા છે.  જે લોકો પહેલાથી જ પ્રેમ સંબંધમાં છે તેમને માટે આ મહિનો પરેશાનીવાળો રહેશે. પ્રેમ સંબંધમાં થોડી કડવાશ રહેશે. આ ઉપરાંત્ર જીવનસાથી સાથે વિવાદ થઈ શકે છે. 
 
ધનુ - માર્ચ મહિનામાં ધનુ રાશિ સાથે સંબંધ રાખનારી કન્યાઓનેને ગર્ભાવાસ્થાના યોગ છે. જીવનસાથી સાથે મધુર સંબંધ રાખવાની જરૂર છે.  આ મહિને શનિ તમારી રાશિના 7માં ભાવમાં પ્રવેશ કરશે.  આવામાં તમારા દામ્પત્ય જીવનમાં કષ્ટ અથવા ક્લેશ થઈ શકે છે.  પ્રેમ સંબંધોની શક્યતા પણ રહેશે 
 
મકર - માર્ચ મહિનામાં વિવાહિત લોકો જીવનમાં શાંતિ અને સદ્દભાવ પ્રાપ્ત કરશે. તમે ભાવનાત્મક રૂપે તમારા જીવનસાથી સાથે જોડાયેલા રહેશો અને સારો સમય વ્યતિત કરશો. આ ખૂબ મહત્વપૂર્ણ છે કે તમે તમારા પતિ કે પત્નીને તેમના મહત્વનો અહેસાસ કરાવો. 
આ મહિના દરમિયાન તમારી રાશિના 7માં ભાવમાં રાહુનુ ભ્રમણ રહેશે. જે કારણે વૈવાહિક જીવનમાં ખૂબ પરેશાની આવશે. જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે અથવા અનબન પણ થઈ શકે છે. આ ઉપરાંત ગુરૂનુ તમારા રાશિના 10માં ભાવમાં ભ્રમણ કરવુ પ્રેમ સંબંધો માટે ઠીક નથી. 

કુંભ - તમારી રાશિના 11માં ભાવમાં ગુરૂનુ ભ્રમણ થશે. આ કારણે કુંભ રાશિની મહિલા પોતાના વૈવાહિક અથવા પ્રેમ જીવન પ્રત્યે અધિક સંવેદનશીલ અનુભવ કરશે.  વિવાહિત લોકો પોતાના પાર્ટનર સાથે સારો સમય વ્યતીત કરશે. 
 
આ મહિનાના અંત સુધી તમારી મુલાકાત એક એવી વ્યક્તિ સાથે થઈ શકે છે. જેની સાથે તમે તમરુ ભવિષ્ય જોવુ પણ શરૂ કરી શકો છો.  સારી વાત તો એ હશે કે તમારા બંનેના વિચાર પણ અનેક વસ્તુઓમાં એક જેવા હશે જે તમને આ વાતની પ્રેરણા પ્રદાન કરશે કે તમે ભવિષ્યમાં પણ એક સાથે રહી શકો છો. 
 
મીન - તમારી રાશિના આઠમાં સ્થાનમાં ગુરૂનો પ્રવેશ તમારા દાંપત્ય જીવનમાં મામૂલી વાતને મોટો ઉછાળો આપશે.  જો તમે માંગલિક છો તો મંગળ શાંતિ ગુરૂ સાથે ક્રૂર થતા ચાંડાલ યોગની શાંતિ પિતૃ દોષ અને કાળ સર્પ દોષ સૂર્ય ચન્દ્ર ગ્રહણ દોષની શાંતિ જરૂર કરાવો. 
 
તમારી રાશિથી 10 સ્થાનમાં શનિનુ ભ્રમણ તમારા દાંપત્ય જીવન અને પ્રેમ સંબંધોમાં ક્લેશ લાવી શકે છે. આ સમય શરૂ કરવામાં આવેલ નવા પ્રેમ સંબંધોમાં પણ નિરાશા હાથ લાગી શકે છે.  તમે મોટાભાગે સંબંધોને લઈને કોઈ ઊંડા વિચારોમાં ડૂબી રહી  શકો છો. નવમ સ્થાનમાં ગુરૂનુ ભ્રમણ તમારી મેરેજ લાઈફને સારી બનાવશે. 
 આ પણ વાંચો :  

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

શુ તમારો જન્મ માર્ચ મહિનામાં થયો છે ? તો જાણો કેવા છો તમે

તમારો જન્મ કોઈપણ વર્ષના માર્ચમાં થયો છે તો એસ્ટ્રોલોજી કહે છે કે તમે આકર્ષક અને મિલનસાર ...

news

ટોટકા - ધનવાન બનવા માંગો છો તો અપનાવો કાળી હળદરના ઉપાયો

ધનવાન બનવાની ઈચ્છા સૌની હોય છે, તમારી પણ હશે. વિચારતા હશો કે કોઈ ઉપાય મળી જાય જેનાથી ...

news

સાપ્તાહિક રાશિફળ- 26 ફેબ્રુઆરીથી 4 માર્ચ સુધી

મેષ - આ અઠવાડિયા નોકરી કે સરકારી ક્ષેત્રમાં લાભ પ્રાપ્ત થવાના સંકેત છે. પાછલા લાંબા ...

news

આ રાશિ ના લોકો બને છે સારા લાઈફ પાર્ટનર

મોટાભાગના કપલ્સ વચ્ચે લગ્ન પછી ઝગડો કે બોલચાલ જોવા મળે છે પણ એવુ નથી કે બધાની સાથે આવુ ...