શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2018
Written By

રાશિફળ 2018 - આ 2 રાશિયોને થશે ધનની સમસ્યા.. ઉકેલ માટે આજે જ કરો આ ઉપાય

રાશિફળ  2018 મુજબ તુલા અને કુંભ રાશિના જાતકો માટે ધનની સમસ્યા થવાની છે. જ્યોતિષ શાસ્ત્રમાં બધી રાશિયો માટે ધન સંબંધિત સમસ્યાનુ સમાધાન આપવામાં આવ્યુ છે. 
 
રાશિ મુજબ જો તેનો ઉપાય સમય પહેલા કરી લેવામાં આવે તો જલ્દી જ તેની અસર દેખાય છે. જો કે શાસ્ત્રોમાં દરેક રાશિ માટે ધનની સમસ્યાનુ સમાધાન આપવામાં આવ્યુ છે. 
 
પણ અહી અમે તમને તેમાથી 2 રાશિયો વિશે બતાવી રહ્યા છીએ. આ રાશિયો તુલા અને કુંભ છે. જો તમે પણ તેમાથી કોઈ રાશિ સાથે સંબંધ રાખો છો તો અમે તમને અચૂક ઉપાય બતાવી રહ્યા છીએ જે તમારી દરેક સમસ્યાને ઓછી કરે શકે છે.  ખાસ કરીને ધન સાથે સંબંધિત સમસ્યા માટે અત્યંત કારગર ઉપાય સાબિત થશે.  આગળની સ્લાઈસમાં જાણો આ કારગર ઉપાય 
 
તુલા રાશિ 
 
તુલા રાશિના જાતકોને ધન સાથે સંબંધિત સમસ્યા દૂર કરવા માટે આ ઉપાય શનિવારે કે મંગળવારે કરવો જોઈએ. તમને શનિવાર કે મંગળવારના દિવસે સવારે સ્નાન વગેરેથી પરવાર્યા પછી કોઈ શનિ કે હનુમાન મંદિરમાંથી પીપળના 11 પાન લાવવાના છે.  ધ્યાન રાખજો કે આ પાન ક્યાકથી પણ તૂટેલા કે ખરાબ ન હોવા જોઈએ. હવે આ પાનને ગંગાજળથી સારી રીતે સાફ કરો.. બધા પાન પર અનામિકા આંગળીથી લાલ ચંદનનો પ્રયોગ કરતા રામ નામ લખો.. હવે આ પાનની માળા બનાવી લો.  ઘરના પૂજાઘરમાં હનુમાનજી ની સામે આ માળાને મુકીને હનુમાન ચાલીસાનો પાઠ કર્યા પછી 108 વાર રામ નામનુ જાપ કરો.  તેન એ સતત 7 મંગળવાર કે શનિવાર સુધી આ પ્રય્ગો કરો. . તેનાથી વિશેષ કરીને તમારી ધન સંબંધી સમસ્યા બહુ જલ્દી દૂર થાય છે અને આર્થિક સંપન્નતા આવે છે. 
 
કુંભ રાશિ 
 
આ રાશિના જાતકો માટે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવી હંમેશાથી જ વિશેષ ફળદાયી હોય છે. એક ખાસ ઉપાયના રૂપમાં પંચાગ મુજબ કોઈ પણ શુભ મુહૂર્ત કે તિથિ પસંદ કરો.. એ નક્કી તિથિની રાત્રે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીની પૂજા કરો અને અખી રાત એ સ્થાન પર ભગવાનનુ ધ્યાન કરતા જાગરણ કરો. તેનાથી તેમને ક્યારેય પણ આર્થિક તંગીનો સામનો નહી કરવો પડે અને જો ધન સંબંધી કોઈ સમસ્યા હોય તો તે પણ દૂર થઈ જાય છે.