શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. ફિલ્મ સમીક્ષા
Written By
Last Modified: શુક્રવાર, 30 માર્ચ 2018 (15:05 IST)

MOVIE REVIEW - એક્શનથી ભરપૂર છે બાગી-2, જોતા પહેલા જરૂર વાંચો ફિલ્મનો રિવ્યુ

વર્ષ 2018 બોલીવુડ ફિલ્મો માટે સારો સાબિત થઈ રહ્યો છે. અત્યાર સુધી રજુ થયેલી લગભગ બધી ફિલ્મોએ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી છે. શુક્રવારે રજુ થયેલી ટાઈગર શ્રોફ અને દિશા પટાનીની ફિલ્મ બાગી 2 આ વર્ષની પ્રથમ એક્શન ફિલ્મ છે.  ફિલ્મ સિનેમા ઘરોમાં રજુ થઈ ચુકી છે. ફિલ્મને લઈને લોકોમાં ખૂબ ઉત્સાહ નજર આવી રહ્યો છે.  ટાઈગરની એક્શનના દિવાનાઓને કારણે જ ફિલ્મનું  એડવાંસ બુકિંગ  5 દિવસ પહેલા જ માટે ખોલી દેવામાં આવ્યુ હતુ.  ઉલ્લેખનીય છે કે   બાગી 2 માટે ટાઈગરે વિશેષ રૂપે હોંગકોંગમાં માર્શલ આર્ટ્સ સીખ્યુ છે અને આ જ કારણ છે કે ફિલ્મને વર્ષની સૌથી મોટી એક્શન ફિલ્મ કહેવામાં આવી રહી છે.  જો કે સૌથી મોટી ફિલ્મ કહેવા માટે હજુ થોડી રાહ જોવી પડશે. પણ આ એટલુ જરૂર કહી શકાય છે કે ફિલ્મમાં એક્શન જોરદાર છે. 

 
ફિલ્મની વાત કરીએ તો ફિલ્મમાં ટાઈગર ફુલ એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. બંનેની કેમિસ્ટ્રી ખરેખર ખૂબ જોરદાર છે. આમ જોવા જઈને તો બંનેની કેમિસ્ટ્રી ઓફ સ્ક્રીન પણ એટલી જ પસંદ કરવામાં આવે છે જેટલી ઓન સ્ક્રિન. જો મ્યુઝિકને એવાત કરીએ તો ફિલ્મનુ મ્યુઝિક થોડુ નિરાશાજનક છે.   ફિલ્મ બાગી સાથે તુલના બિલકુલ્ન કરો. ફિલ્મમાં જૈકલીનનુ આઈટમ સોંગ પણ છે. ભલે જૈકલીન અને ગણેશ આચાર્યના ડાંસ મૂવ્સના વખાણ કરવામાં આવ્યા છે. પણ માધુરીને ટક્કર આપવામાં હજુ એ ખૂબ પાછળ છે.  ફિલ્મમાં રણદીપ હુંડ્ડા મનોજ વાજપેયી દીપક ડોબરિયાલ જેવા કલાકાર છે.  બીજી બાજુ વિલનના રૂપમાં પ્રતિક બબ્બર કમબેક કરી રહ્યા છે.