રોડરેજમાં રને મહિલા મારી થપ્પડ, મહિલાની ધરપકડ

શનિવાર, 16 સપ્ટેમ્બર 2017 (10:50 IST)

Widgets Magazine

ખતરનાક રીતે કાર ચલાવી રહેલી એક મહિલાએ લાંબા સમય સુધી આર્મીના ટ્રકને સાઈડ ન આપી. આર્મીનો ટ્રક ડ્રાઈવર સતત હોર્ન વગાડીને ઓવરટેક કરવા માટે મહિલા પાસે સાઈડ માંગતો રહ્યો. થોડી વાર પછી મહિલાએ આર્મીના ટ્રક આગળ પોતાની કાર રોકી દીધી. મહિલાએ પહેલા આર્મીના ટ્રક ડ્રાઈવરને થપ્પડ મારી. ટ્રકમાં બેસેલા સૂબેદાર રૈંકના ઓફિસરે જ્યારે નીચે આવીને મામલો શાંત કરાવવાનો પ્રયત્ન કર્યો તો મહિલાએ તેમને પણ 2-3 થપ્પડ મારી દીધી. આર્મીના એક બીજા જવાને આ સમગ્ર ઘટનાની વીડિયો રેકોર્ડિંગ કરી લીધી. 
 
આ ઘટના દિલ્હીના વસંત કુંજની છે, જે શનિવારે ઘટી હતી. આ ઘટનાને ત્યાંથી પસાર થતી એક વ્યક્તિએ કેમેરામાં કેદ કરી લીધી હતી. કેમેરામાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, 44 વર્ષીય સ્મૃતિ કાલરા સેન આ જવાન સાથે ઝઘડો કરતી દેખાય છે. જ્યારે સૈન્યનો આ જવાન પોતાને આ મહિલાથી બચાવવાની કોશિશ કરી રહ્યો છે. બાદમાં અન્ય એક સૈનિક આવીને વચ્ચે પડતા મહિલા ગુસ્સામાં તેની ગાડી તરફ આગળ વધી ગઈ. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ ગયો હતો.
 
ગુરગાંવમાં રહેતી સ્મૃતિ કાલરાએ તેની તાતા ઇન્ડિકા કારને આર્મી ટ્રક સામે રોકી લીધી હતી. જ્યારે આ જવાન ટ્રકમાંથી નીચે ઊતર્યો તો મહિલાએ તેની સાથે મારપીટ શરૂ કરી દીધી હતી. આમ તો આ મામલો રોડ રેજનો લાગી રહ્યો છે. જોકે કારણ હજી સ્પષ્ટ થયું નથી.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
રોડરેજ આર્મી ઓફિસ મહિલા મારી થપ્પડ Army-officers Roadridge

Loading comments ...

ગુજરાત સમાચાર

news

મોદી આજે બે દિવસીય ગુજરાત પ્રવાસ પર, આવતીકાલે જન્મદિવસ પર લેશે માતા હિરાબાના આશીર્વાદ

પ્રધનામંત્રી નરેન્દ્ર મોદી આજે બે દિવસીય ગુજરાત પ્રવાસ પર પહોંચશે. તેઓ આજે રાત્રે 9 ...

news

હાર્દિક પટેલના કાફલાને હળવદ નજીક અકસ્માત: 6 પાટીદારને ઇજા

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલ હાલમાં સોમનાથ યાત્રાએ નિકળ્યાં છે. ...

news

લંડન ટ્યૂબ ટ્રેન વિસ્ફોટ - અંડર ગ્રાઉંડ ટ્રેનમાં વિસ્ફોટ થતા અનેક લોકો દઝાયા

દક્ષિણ પશ્ચિમ લંડનના પાર્સસ ગ્રીન અંડરગ્રાઉંડ રેલવે સ્ટેશન પર થયેલ વિસ્ફોટ પછી મચેલી ...

news

#Porn Ban- પોર્ન બેન પર સરકારનું વલણ - તમે પણ કમેંટ કરો - શું છે તમારા વિચાર

પોર્ન બેન પર પ્રતિબંધની ચર્ચાના વચ્ચે આજે કેંદ્ર સરકારએ સુપ્રીમ કોર્ટમાં સ્પષ્ટ કર્યા કે ...

Widgets Magazine