ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 15 સપ્ટેમ્બર 2017 (10:02 IST)

અમરનાથ હુમલાનો માસ્ટરમાઈંડ લશ્કરી આતંકી અબુ ઈસ્માઈલ માર્યો ગયો

જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરના બહારી વિસ્તારમાં આજે સુરક્ષા બળો સાથે મુઠભેડમાં આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના મુખ્ય ષડયંત્રકારી સહિત બે આતંકવાદી માર્યા ગયા. સુરક્ષા બળોની આ મોટી સફળતા છે. જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરના બહારી વિસ્તારમાં આજે સુરક્ષા બળ સાથે મુઠભેડમાં આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના મુખિયા સહિત બે આતંકવાદી માર્યા ગયા. સુરક્ષા બળોની આ મોટી સફળતા છે. 
 
અમરનાથ હુમલામાં પણ તેને પોતાની ટીમનો ઉપયોગ કર્યો હતો. બાઈક સવાર પોતાના ગ્રુપના ચાર લોકોની સાથે તેને યાત્રીઓ પર હુમલો કર્યો હતો અને ઘટનાને અંજામ આપ્યો હતો.વલસાડની ઓમ ટ્રાવેલ્સ બસ પર આતંકીઓએ અંધાધૂધ ફાયરિંગ કરી હુમલો કર્યો હતો..જેમાં આઠ જેટલા લોકોના મોત થયા હતા.જ્યારે કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
 
અબુ ઈસ્માઈલ કશ્મીરમાં સક્રિય હિજબુલમુજાહિદ્દીનન કેટલાક નેતાઓની ઘણી નજીક હતો. સાઉથ કશ્મીરમાં જ્યારે તેણે લશ્કર માટે આતંકીઓની ભરતી પ્રક્રિયાનો પ્રોગ્રામ શરૂ કર્યો તો ત્યારે હિઝબુલના નેતાઓની નજીક આવ્યો હતો. ઈસ્માઈલ છેલ્લા સાત વર્ષોથી લશ્કરનો હિસ્સો રહ્યો હતો અને આ કેંપમાં 200 આતંકીઓને ભારતમાં હુમલો કરવા માટેની ટ્રેનિંગ આપવામાં આવી રહી હતી. ઈન્ટેલીજેંસ બ્યૂરોનુ માનીએ તો ઈસ્માઈલ ઘાટીમાં આતંકી હુમલા માટે ઓપરેટિવ્સને એકઠા કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી