મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 23 ઑક્ટોબર 2019 (13:11 IST)

Schoolમાં ટોપર રહેલા વિદ્યાર્થીએ નશાની લતમાં સગી માતાની કરી હત્યા

શાળામાં ટોપ કરનારો વિદ્યાર્થી નશાના લતમાં ફસાય ગયો. નશા માટે રૂપિયા ન આપ્યા તો તેણે માતાને જ મારી નાખી.  તે લગભગ એક મહિના સુધી સાધુના વેશમા જુદા જુદા શહેરમાં પોલીસથી સંતાઈને ફરતો રહ્યો. આરોપીની જ્યોતિ નગર પોલીસમથકની પોલીસે દિલ્હીની સીમા સાથે લાગેલ ગાજિયાબાદના મોદીનગર ગામથી સોમવારે ધરપકડ કરી લીધી.  પોલીસે આરોપીએ બતાવેલા સ્થાન પર ઘટનામાં ઉપયોગમાં લીધેલી મુસળી પણ જપ્ત કરી કરી લીધી. 
 
ઉત્તર પૂર્વી જીલ્લાના ડીસીપી વેદ પ્રકાશ સૂર્યા મુજબ 17 સપ્ટેમ્બરના રોજ જ્યોતિ નગરના મીત નગરમાં મહિલાને તેના પુત્રએ મુસળીથી હુમલો કરી ઘાયલ કરી હતી.  ઘાયલ શિક્ષા દેવીને તેના બીજા પુત્ર મુકુલે જીટીબી હોસ્પિટલમાં દાખલ કરી.  મુકુલે જણાવ્યુ કે તેનો ભાઈ આશુતોષ મા પાસે નશો કરવા માટે રૂપિયા માંગી રહ્યો હતો.  પણ માતાએ તેને ગણકાર્યો નહી.  તેથે તેને મા પર લોખંડની મુસળી વડે હુમલોકર્યો. સારવાર દરમિયાન 21 સપ્ટેમ્બરના રોજ શિક્ષા દેવીનુ મોત થઈ ગયુ હતુ.  તપાસ દરમિયાન જાણ થઈ કે આરોપી ક્યારેક હરીદ્વાર, રેલવે લાઈંસ, હનુમાન મંદિર, ગુરૂદ્વારા ચાંદની ચોક તો ક્યારેક મોદીનગરમાં જોવા મળ્યો.  પોલીસ તેમની પાછળ પડી હતી.  સોમવારે સૂચના મળી કે આરોપી સાધુ વેષમાં મોદીનગરમા છિપાયો છે.  પોલીસે આરોપીને મોદીનગર પરથી પકડી લીધો. આરોપીએ જણાવ્યુ કે ગુસમાં તેણે માત પર હુમલો કર્યો હતો.