શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :નવી દિલ્હી , સોમવાર, 21 મે 2018 (17:52 IST)

પ્રી-વૈડિંગ શૂટ પર રોક : નિયમ તોડનારને ભરવો પડશે દંડ, સૌની સામે માફી માંગવી પડશે

. ઉજ્જૈનમાં સિંધી સમાજે પ્રી-વેડિંગ સૂટ પર બૈન લગાવી દીધી છે. સિંધી સમાજના પદાધિકારીઓ મુજબ પ્રી વૈડિંગ શૂટ સામાજીક મર્યાદાઓને અનુરૂપ નથી. પ્રી-વૈડિંગ શૂટ દરમિયાન ખેંચવામાં આવેલ તસ્વીરોને લગ્ન દરમિયાન મોટી મોટી સ્ક્રીન પર પ્રદર્શિત કરવામાં આવે છે. 
 
એટલુ જ નહી સોશિયલ મીડિયા પર પણ લોકો પોતાની પ્રી-વૈડિંગ શૂટની તસ્વીરો શેયર કરે છે જે સમાજની મર્યાદાઓનુ ઉલ્લંઘન કરે છે. આ રીતે પ્રી-વેડિંગ શૂટ કરી પોતાની પર્સનલ તસ્વીરોને સમાજ સામે પ્રદર્શિત કરવી ખોટુ છે.   પતિ-પત્નીએ પોતાના સંબંધો અને પરસ્પર પ્રેમને ખાનગી રાખવા જોઈએ. તેથી પ્રી-વેડિંગ શૂટ પર સિંધી સમાજે પ્રતિબંધ લગાવ્યો છે. 
નિયમ તોડશે તેને ભરવો પડશે દંડ 
 
એટલુ જ નહી સિંધી સમાજે પ્રી-વેડિંગ શૂટ પર બેન સાથે એક વધુ ફરમાન સંભળાવ્યુ છે.  ફરમાન એ છે કે જો કોઈ પરિવાર સમાજ દ્વારા કરવામાં આવેલ આ નિર્ણયનું ઉલ્લંઘન કરનારાઓ વધુ વહુ  પક્ષે 10-10  હજારનો દંડ ભરવો પડશે.   ઉલ્લંઘન કરનારની સજા આટલેથી જ ખતમ નથી 
 
થતી.  ઉલ્લંઘન કરનારા સમાજે સામે ચાલીને માફી માંગવી પડશે જેથી તે આગળ જઈને આવી ભૂલ ન કરે.  સ્વામી લીલાશાહ ધામ સિંધી ધર્મશાળામાં થયેલ આ સભામાં સમાજની મહિલાઓએ પણ ભાગ લીધો. 
 
સામાજીક મર્યાદાઓ વિરુદ્ધ પ્રી-વૈડિંગ શૂટ 
 
સિંધી સમાજમાં સભા દરમિયાન કહેવામાં આવ્યુ કે સમાજમાં જેમ જેમ પ્રી-વેડિંગ શૂટનુ પ્રચલન વધ્યુ છે. લગ્ન અને રિસેપ્શનમાં પણ આ વીડિયો અને ફોટોઝને બતાવવાનુ પ્રચલન વધ્યુ છે જે સામાજીક મર્યાદા મુજબ યોગ્ય નથી.  આવામાં જો આગળ જતા સંબંધોનો અંત આવી જાય તો પરિવાર માટે આ પણ ખૂબ દુખદ હોય છે કે તેમના બાળકોના પર્સનલ ક્ષણ બીજા સામે પહેલા જ આવી ચુક્યા હતા.  તેથી સામાજીક મર્યાદાઓને ધ્યાનમાં રાખતા આ નિર્ણય લેવામાં આવ્યો. 
 
બધા વેપારી રવિવારનો દિવસ પરિવાર સાથે વિતાવે 
 
ઉલ્લેખનીય છે કે સિંધી સમાજના પદાધિકારીઓએ પ્રી વેડિંગ શૂટ પર રોક લગાવવા ઉપરાંત બે વધુ નિર્ણય લીધા છે. સમાજના બે નિર્ણયમાં અંતિમ સંસ્કારના બીજા દિવસે થનારા ઉઠાવના અને રવિવરની રજાનો સમાવેશ છે. 
 
પદાધિકારીઓએ નિર્ણય લીદો કે હવે કોઈના મૃત્યુ પછી થનારુ ઉઠાવનુ અંતિમ સંસ્કારના બીજા દિવસે સવારે 9.30 વાગ્યે થશે. આ ઉપરાંત હવેથી બધા વેપારી રવિવારેનો દિવસ પોતાના પરિવાર સાથે વિતાવશે અને કામ પરથી રજા લેશે.  આ બધા નિર્ણય અખિલ ભારત લાઢી લોહાણા સિંધી પંચાયતની નગર એકમની સભામાં લેવામાં આવ્યા.