ઓપરેશન ટેબલ પર પડેલ ગર્ભવતીની સર્જરી દરમિયાન પરસ્પર લડતા રહ્યા ડોક્ટર, નવજાતનુ મોત

બુધવાર, 30 ઑગસ્ટ 2017 (17:57 IST)

Widgets Magazine

રાજસ્થાનના જોધપુરમાં એક ગર્ભવતી મહિલાની સર્જરી દરમિયાન બે ડોક્ટરો વચ્ચે વિવાદ થયો. આ વિવાદ દર અમિયાન ગર્ભવતી પર પડી રહી અને ડોક્ટર પરસ્પર લડતા રહ્યા.  પરિણામ સ્વરૂપ મહિલાએ જે બાળકને જન્મ આપ્યો તે જીવીત ન બચી શક્યો.  આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે જ્યાર પછી ડોક્ટરોને બહાર કરવામાં આવ્યા છે. 
 
હાઈકોર્ટ જસ્ટિસ ગોપાલ કૃષ્ણ વ્યાસે સમગ્ર મામલાના ગંભીર બતાવીને નારાજગી પ્રકટ કરી. તેમણે પૂછ્યું કે, આ શું ચાલી રહ્યું છે. આ સાથે જ જિલ્લા કલેક્ટરને રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવેલી તપાસ કમિટીમાં એક વિધિક અધિકારીને પણ સામેલ કરવાના આદેશ આપ્યા છે. આ ઉપરાંત કોર્ટે એમએસ સિંધવીને ન્યાયમિત્ર નિયુક્ત કરતા આગામી 4 સપ્ટેમ્બરના રોજ સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરીને રિપોર્ટ રજૂ કરવાના આદેશ આપ્યા છે. હવે આ માલમે 4 સપ્ટેમ્બરના રોજ સુનવણી થશે.
 
મળતી માહિતી પ્રમાણે ઉમ્મેદ હોસ્પિટલના ઓપરેશન થિયેટરના ટેબલ પર લીધેલ ગર્ભવતી મહિલાના બાળકનું પેટમાં જ મોત થઇ ગયું હતું, ત્યારબાદ તેનું ઑપરેશન કરવાનું હતું. જોકે આ સમયે જ ઑપરેશન થિયેટરમાં ગાયનેકોલૉજીસ્ટ અને એનેસ્થેટિક કોઇ વાતને લઇને જબરદસ્ત ઝઘડવા લાગ્યા. આ દરમ્યાન ઑપરેશન ટેબલ પર બેભાન અવસ્થામાં મહિલાનું પેટ ખુલ્લું હતું.
 
જાણકારોનું કહેવું છે કે મૃત શરીરની સાથે ગર્ભવતીનું લાંબો સમય સુધી રહેવું ખૂબ જ ખતરનાક છે. પરંતુ ગાયની વિભાગના ડૉકટર અશોક નેનીવાલ અને એનેસ્થેટિક ડૉ.એમએલ ટાક આ વાતને ભૂલી ગયા. આ વીડિયોની સાથે ડૉકટરોની કાર્યશૈલીની સાથે જ ઑપરેશન થિયેટરની સુરક્ષા વ્યવસ્થાને લઇને પ્રશ્નો ઉભા થઇ રહ્યાં છે. જો કે જે રીતે આ વીડિયો બન્યો, તેના પરથી તો સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે ઑપરેશન થિયેટરમાં પણ ખુલ્લેઆમ મોબાઇલ લઇ જઇ રહ્યાં છે, જ્યારે મોબાઇલ ઇંફેક્શન અને રેડીયેશનનો મોટો સોર્સ મનાય છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ઓપરેશન ટેબલ ગર્ભવતીની સર્જરી Doctor-fighting Pregnant-women

Loading comments ...

ગુજરાત સમાચાર

news

હવે રોબૉટ પણ આપશે બાળકોને જન્મ

નમસ્કાર સમાચાર જરા હટ કે મા આપનુ સ્વાગત છે.. મિત્રો વિજ્ઞાન આજે એટલુ આગળ વધી ગયુ છે કે ...

news

Photo Heavy Rain In Mumbai: મુંબઈમાં ભારે વરસાદથી લોકો થયા પરેશાન,જુઓ ફોટા

Photo Heavy Rain In Mumbai: મુંબઈમાં ભારે વરસાદથી લોકો થયા પરેશાન,જુઓ ફોટા

news

ધ્રાંગધ્રામાં આકાશમાંથી સક્રિટ વાળું બોક્સ પડ્યું, પોલીસે તપાસ આરંભી

ધ્રાંગધ્રા તાલુકાના જેગડવા ગામની નજીક આવેલી ક્ષત્રિય યુવકની વાડીમાં કામ કરતા સમયે એકાએક ...

news

PHOTOS Mumabi Heavy Rain - મુંબઈમાં ભારે વરસાદે 5નો ભોગ લીધો.. આગામી 24 કલાક રેડ Alert પર માયાનગરી

મુંબઈ પર આસમાનમાંથી આફત વરસી રહી છે. ગઈકાલથી જ થઈ રહેલ મુશળધાર વરસાદે માયાનગરી મુંબઈની ...

Widgets Magazine